તો શું રશિયા અને યુક્રેન વચ્ચે વાર્તાલાપ પડી ભાંગશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-14 16:24:56

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે.  વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે. 

Ukraine in maps: Tracking the war with Russia

રશિયા - યુક્રેન યુદ્ધને લઇને બેઉ દેશો વચ્ચે ફરી એકવાર તંગદિલી વધી ગઈ છે. કેમ કે , થોડાક સમય પેહલા રશિયાએ યુક્રેનના  શહેર સુમીમાં મિસાઇલથી હુમલો કરતા ત્યાં ૩૪ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧૧૭ જણ ઘાયલ થયા છે. આ હુમલો પાલ્મ સન્ડેના તહેવારના દિવસે થયો હતો . ત્યારપછી યુક્રેનની રાજધાની કિવમાં રશિયાએ હુમલો કરતા ભારતીય ફાર્મા કંપનીનું જે ગોદામ હતું તેને નુકશાન થયું છે . આ બાબતે યુક્રેને કહ્યું છે કે , રશિયા હાથે કરીને ભારતીય વ્યાપારને નુકશાન કરે છે. આ હુમલા વિશે બીજી માહિતીએ એ સામે આવી છે કે , આ દવાઓનું ગોદામ કુસુમ ફાર્મા કંપનીનું હતું. જેના માલિક રાજીવ ગુપ્તા છે. આ ઘટનાની જાણકારી યુક્રેનની ભારતીય એમ્બેસીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી હતી . રશિયાએ દાવો કર્યો છે કે , યુક્રેને તેમના પાંચ એનર્જી પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હુમલો કર્યો છે. આ હુમલાઓથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે , બેઉ રશિયા અને યુક્રેન હજુ પણ શાંતિવાર્તાને લઈને તૈયાર નથી . જોવાનું રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિવાર્તાને લઇને કેટલા સફળ થાય છે. 

There is a tremendous opportunity now for India for a trade agreement with  US': USISPF CEO Mukesh Aghi - 'There is a tremendous opportunity now for  India for a trade agreement with

હવે વાત ભારત અને અમેરિકાના વ્યાપારી સંબંધોને લઇને , ડોનાલ્ડ ટ્રમ્પએ જે ૯૦ દિવસનો રેસીપ્રોકલ ટેરિફ પર રોક લગાવવા માટેનો સમય આપ્યો છે. તેમાં ૭૫ કરતા વધારે દેશો અમેરિકા સાથે કરારો કરવા માટે લાઈનમાં છે. તો ભારત પણ આ સ્પર્ધામાં પાછળ નથી. ભારતનો પ્રયાસ છે કે આવનારા ૯૦ દિવસની અંદર એક વચગાળાના દ્વિપક્ષીય કરારો બેઉ દેશો વચ્ચે થઈ જાય. એટલેકે , મેંના અંત સુધીમાં કે જૂનની શરૂઆતમાં સારા સમાચાર મળી શકે છે . આ બાબતે થોડાક સમય પેહલા ભારતીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટ કરી દીધું છે કે , "ભારત કોઈ પણ પ્રકારના દબાણમાં આ વાર્તાલાપ નથી કરી રહ્યું . કોઈ પણ પ્રકારની ડેડલાઈનને મળવા ડીલ થવી જોઈએ તે જરૂરી નથી . અમારી માટે રાષ્ટ્રનું હિત સર્વપ્રથમ છે. " તો બીજી તરફ યુએસ ટ્રેઝરી સેક્રેટરી અને યુએસ ટીઆર ( ટ્રેડ રિપ્રેઝન્ટટિવ ) તરફથી પ્રતિક્રિયા આવી છે કે , ભારત સાથે વાર્તાલાપ શરુ થઈ ચુક્યો છે. 

If You Have H1B, F-1 Visa, Don't Travel Outside USA As Of Now: Immigration  Lawyers Suggest - Trak.in - Indian Business of Tech, Mobile & Startups

વાત કરીએ અમેરિકાની , અમેરિકાની કોર્ટે અમેરિકામાં રહેવાવાળા તમામ પ્રવાસીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે કે , પ્રવાસીઓએ ૨૪ કલાક પોતાના દસ્તાવેજો જોડે રાખવા . આ આદેશ H - 1B વિઝા , સ્ટુડન્ટ વિઝા અને ગ્રીનકાર્ડ ધારકો માટે લાગુ પડે છે. આ દસ્તાવેજો એ બાબતની સાબિતી હશે કે , પ્રવાસીઓએ અમેરિકન સરકાર સાથે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે. અમેરિકાના ડીએચએસ એટલેકે , હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું છે કે , ૧૮ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોએ પોતાની સાથે દરેક સમયે દસ્તાવેજ એટલેકે કાગળો જોડે રાખવા પડશે. આનું પાલન ના કરવા પર કોઈને પણ છોડવામાં નઈ આવે. નવા નિયમો એવા પણ  છે કે જો કોઈ પ્રવાસી પોતાનું સરનામું બદલશે તો તેમણે સરકારને ૧૦ દિવસની અંદર જાણ કરવી પડશે. જો આવું ના થયું તો તેમણે પેનલ્ટી ચૂકવવી પડશે. આ હોમલેન્ડ સુરક્ષા વિભાગના દાવા પ્રમાણે ૨૦૨૨ સુધીમાં ૨૨૦,૦૦૦ જેટલા ઈલ્લીગલ ભારતીય ઇમિગ્રેન્ટ્સ અમેરિકામાં હતા. 

How Pakistan Founder Jinnah's Broken Promise Triggered The Balochistan's  Freedom Struggle - Oneindia News

વાત પાકિસ્તાનની તો , પાકિસ્તાન પોતાના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનમાં ઘણા સમયથી અલગાવવાદી હિંસક આંદોલનોનું સામનો કરી રહ્યું છે. તો હવે પાકિસ્તાને નિર્ણય લીધો છે કે , અમેરિકાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં માઇનિંગ લીઝ આપવામાં આવશે. આ માટેની યોજના પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે બનાવી છે. તેનું મુખ્ય કારણ એ બહાર આવ્યું છે કે , તેનાથી બલુચ હુમલાખોરોને રોકી શકાય . સાથે જ અમેરિકાની એન્ટ્રીનો અર્થ માત્ર ડોલર જ નહિ પણ ડ્રોન પણ હશે . જેનાથી બળવાખોરોને કચડી નાખવાનું સરળ બનશે. તો હવે જોઈએ પાકિસ્તાન તેની આ યોજનામાં કેટલું સફળ થાય છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .