રશિયા અને અમેરિકાનું ભારતને UNSGમાં સમર્થન........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:27:30

ભારતને UNSCના સભ્ય બનવા રૂસ અને USનું સમર્થન


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા માટે સમર્થન કર્યું હતું. ત્યાર બાદ હવે રશિયાએ પણ ભારતને UNSCના સ્થાયી સદસ્ય બનવા માટે સમર્થન દર્શાવ્યું છે.

 

ભારતને રૂસનું સમર્થન


રૂસના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, અમે આફ્રિકા એશિયા અને લેટિન અમેરિકા દેશના પ્રતિનિધિત્વના માધ્યમથી સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવા માટે સંભાવનાઓ શોધી રહ્યા છીએ. ખાસ કરીને ભારત અને બ્રાઝિલને સ્થાયી સભ્યો તરીકે સુરક્ષા પરિષદમાં સ્થાન આપવું જોઈએ.

 

જો બાઈડને  પણ પેહલા સમર્થન આપ્યો હતો


પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને  ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું હતું. દરમિયાન તેમણે જાપાન અને જર્મનીને કાયમી સભ્ય બનાવવાની વાત પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન દરમિયાન તેમણે સુરક્ષા પરિષદમાં સુધારાની બાઈડને સુરક્ષા પરિષદને વધુ સુધારાની વાત પણ કરી હતી. બાઈડને સુરક્ષા પરિષદને વધુ સમાવિષ્ટ બનાવવાની વાત કરી હતી જેથી તે આજની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે.

 

 

ભારતને કાયમી સભ્ય બનાવોઃ બાઈડન


વીટો અંગે તેમણે કહ્યું કે તે માત્ર ખાસ અથવા આત્યંતિક સંજોગોમાં જ થવું જોઈએ, જેથી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા અને પ્રભાવ જળવાઈ રહે. બાઈડને પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ માનતા હતા અને હજુ પણ માનીએ છીએ કે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવામાં આવે.

 

 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે