Russia : અનેક સ્થળો પર થયો આતંકી હુમલો, 15 પોલીસકર્મીઓ સહિત અનેક નાગરિકો મોતને ભેટ્યા...! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-24 11:43:17

દુનિયાના અનેક ભાગો એવા છે જ્યાં આતંકી હુમલાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ભારતમાં પણ અનેક વખત આતંકી હુમલાઓ થયા છે જેમાં અનેક વીર જવાનો શહીદ થયા છે ઉપરાંત અનેક નાગરિકો પણ મોતને ભેટ્યા છે.. રશિયાના ઉત્તર કોરેશસ ક્ષેત્રમાં આતંકી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.  રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

ધર્મસ્થળ પર કરવામાં આવી ગોળીબારી! 

રશિયામાં અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત થયા છે..  રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અત્યાધુનિક હથિયારો દ્વારા ગોળીબારી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ દાગિસ્તાનમાં બની છે અને આ ઘટનામાં 15 જેટલા પોલીસ કર્મીઓ તેમજ અનેક નાગરિકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો તેમજ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સાથે સાથે એવી પણ માહિતી સામે આવી છે કે 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.



અનેક લોકો આતંકી હુમલામાં મોતને ભેટ્યા

રવિવારે એટલે કે 23 જૂને રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદી હુમલો થયા હોવાનો બનાવ સામે આવ્યો. આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો તેમજ પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા.. મહત્વનું છે કે હુમલા બાદ અધિકારીક રીતે ત્યાંથી નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગા અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારો વડે ગોળીબારી કરી છે. 

અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે હુમલાના પરિણામે ડર્બેન્ટમાં એક સિનેગોગ અને ચર્ચમાં આગ લાગી હતી.


આંતકવાદી સંગઠન દ્વારા નથી લેવામાં આવી હુમલાની જવાબદારી!

અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા દેખાયા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી ધર્મસ્થળ પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું. રશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. હાલ કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."