વિદેશ મંત્રી એસ જયશંકરને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી, ગૃહ મંત્રાલયે CRPFને સુરક્ષા સંભાળવા કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-10-12 21:05:25

કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. અત્યાર સુધી વિદેશ મંત્રી એસ જયશંકરને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. સૂત્રોએ માહિતી આપી છે કે ગૃહ મંત્રાલયે CRPFને જયશંકરની સુરક્ષાનો હવાલો લેવાનો હુકમ કર્યો છે. આ પહેલા દિલ્હી પોલીસ તેમને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી રહી હતી.


Z કેટેગરીની સુરક્ષા શું છે?


સૂત્રોએ જણાવ્યું હતું કે હવે એસ.જયશંકરને  CRPF Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડશે અને આ અંતર્ગત લગભગ 14-15 સશસ્ત્ર કમાન્ડો 24 કલાકની શિફ્ટમાં તેમની સાથે રહેશે. CRPF હાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 176 લોકોને VIP સુરક્ષા પૂરી પાડે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે