સાળંગપુર વિવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ સંપ્રદાયના સંતોના વાણી વિલાસની નિંદા કરી, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-05 21:17:02

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદનો સુખદ નિવેડો આવી ગયો છે.  મંદિર પરીસરમાં લગાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મહા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા  8 મુદ્દા અંગે ઠરાવ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે બોટાદના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસની નિંદા કરી હતી.


શું કહ્યું એસ.પી સ્વામીએ? 


આ સમગ્ર વિવાદ મુદ્દે ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ કહ્યુ હતુ કે, ‘વડતાલના સભામંડપમાં નાથ સંપ્રદાય માટે જે વાત કરવામાં આવી છે તેની સખત શબ્દોમાં હું ટીકા અને નિંદા કરું છું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા મૂળ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સ્થાપિત થાય અને કોઈપણ દેવી-દેવતાનું ક્યારેય પણ અપમાન ન થાય તે રીતે તેમણે સંપ્રદાયને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી જે ઘટનાઓ બને છે તે વડતાલ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી વિપરીત ચાલી રહ્યા છે તેના દ્વારા થઈ રહ્યું છે. સનાતન હિંદુ ધર્મના સાધુ-સંતોની લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે તેનો અમે ખ્યાલ રાખીશું.’


આ ઉપરાંત તેમણે સનાતન હિન્દુ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હનુમાનજી મંદિરના વિવાદિત ભીંતચિત્ર મામલા સહિતના તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે