Sabarkantha Loksabha Seat : ભીખાજી ઠાકોરના સમર્થનમાં આવ્યા હજારો લોકો, પાર્ટી કાર્યાલયનો કર્યો ઘેરાવો, છલકાયો આક્રોશ....!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 14:56:56

અનેક વખત કોંગ્રેસ માટે કહેવામાં આવે છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે., પરંતુ હવે આ વાત ભાજપ માટે પણ લાગૂ પડી રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખૂલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપમાં રહેલા કાર્યકર્તાઓમાં અંદર રહેલો રોષ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકીટ આપી પરંતુ તે બાદ ઉમેદવારને બદલી દેવામાં આવ્યા. તેમની જગ્યાએ શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બધા વચ્ચે સાબરકાંઠામાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 

આ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની પાડી ના... 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર કર્યા બાદ ઉમેદવારોમાં ઉત્સાહ હતો અને અનેક ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ બધા વચ્ચે અચાનક વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ ચૂંટણી નથી લડવાના. જેને કારણે તેમના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


ભાજપે શોભના બારૈયાને આપી છે ટિકીટ 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી આ બંને બેઠકો માટે પણ. સાબરકાંઠા બેઠક માટે શોભના બારૈયાને ટિકીટ આપવામાં આવી. ઉમેદવારના નામની જાહેરાત થઈ તે બાદ કાર્યકર્તાઓમાં ચાલી રહેલી નારજગી જોવા મળી. અને હવે ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ આવા દ્રશ્યો જોવા પડશે તેનો વિચાર પણ નહીં કર્યો હોય... ભાજપ માટે એવું કહીએ કે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય....      





વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.