Sabarkantha : વડાલીમાં થયો પાર્સલ બ્લાસ્ટ, પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ અને થયો ધડાકો, થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:30:37

પાર્સલમાં સામાન્ય રીતે આપણે ઓર્ડર કરેલો સામાન આવતો હોય છે પરંતુ સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયત ખરાબ હોવાની સામે આવી છે.... આ બ્લાસ્ટમાં 11 વર્ષની દીકરીનું અને 30 વર્ષના યુવકનું મોત થયું છે..



પાર્સલ ખોલતાની સાથે જ થયો બ્લાસ્ટ

ઓનલાઈન આપણે અનેક વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ... પાસર્લ જ્યારે ઘરે આવે ત્યારે આપણે ખોલતા હોઈએ છીએ એમ માનીને કે આપણે જે વસ્તુ મંગાવી છે તે હશે.. પરંતુ આપણે મંગાવેલી વસ્તુમાંથી બ્લાસ્ટ થાય તો..! આ વસ્તુ વિચારીને જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય..  ત્યારે આવો કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ તેમણે મંગાવી હતી અને તેમનું પાર્સલ  માની તેમણે ખોલ્યું હતું. 


બે લોકોના થયા મોત...

આ પાર્સલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. પિતા અને પુત્રીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..