Sachin Tendulkar બન્યા Deep Fakeનો શિકાર! વાયરલ વીડિયો તેમજ ટેક્નોલોજીને લઈ કહી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-01-15 16:28:56

ડીપ ફેકનો શિકાર અનેક સેલિબ્રિટી બન્યા છે. ત્યારે આ વખતે ડીપ ફેકનો શિકાર સચિન તેંડુલકર બન્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સચિન તેંડુલકર એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. અવાજ અને ચહેરો સચિન તેંડુલકરનો છે પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે નથી. તે વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેમની દીકરી સારાને એપથી ફાયદો થઈ રહ્યો છે. વીડિયો અંગે ખુલાસો કરતા સચિન તેંડુલકરે કહ્યું આ ફેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વાત કરી છે.

ડીપ ફેકનો શિકાર બન્યા સચિન તેંડુલકર 

ટેકનોલોજી જેમ જેમ આગળ વધે છે તેના ફાયદાઓ તો છે પરંતુ જો ટેક્નોલોજી ખોટા હાથોમાં આવી જાય તો તેના ગેરફાયદા પણ એટલા જ છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કારણ કે થોડા સમયથી ડીપ ફેક વીડિયો મોટી મોટી હસ્તીઓનો બનાવવામાં આવી રહ્યો છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે  કે ડીપ ફેકનો શિકાર અનેક હસ્તીઓ થઈ છે અને હવે આ લિસ્ટમાં સચિન તેંડુલકરના નામનો પણ સમાવેશ થઈ ગયો છે. 


વીડિયો અંગે સચિન તેંડુલકરે કહી આ વાત 

સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરએ વીડિયો પોસ્ટ કર્યો છે સાથે સાથે તેમણે લખ્યું કે આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો બેફામ દુરૂપયોગ જોઈને હેરાન છે. વિનંતી કરતા તેમણે કહ્યું કે આ વીડિયો, જાહેરાત અને એપને મોટી સંખ્યામાં જાણ કરવા સૌને વિનંતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદો માટે સતર્ક અને પ્રતિભાવશીલ રહેવાની જરૂર છે. મહત્વનું છે કે ડીપ ફેકનો શિકાર આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કેટરીના કેફ સહિતની અભિનેત્રીઓ બની છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે