અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું સલામત શાળા અભિયાન, IPS Safin Hasanએ શાળા સંચાલકોને કહ્યું કે વાહન લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 11:52:29

શાળામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે.. શાળામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને શાળામાં આવે છે.. વાહન લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દરકાર કોઈ શાળા નથી લેતી...! ત્યારે ગઈકાલે વસ્ત્રાલ ખાતે ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, આરટીઓની ટીમ, ટ્રાફિક ડીસીપી પૂર્વ (સફીન હસન), રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મીટિંગનું આયોજન થયું હતું જેમાં સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત ચર્ચા થઈ હતી..

શું કહ્યું આઈપીએસ સફીન હસને?

આઈપીએસ સફીન હસને શાળાના સંચાલકોને જણાવ્યું કે કોઈ બાળકને 2 માર્ક ઓછા આવે તો તમે પેરેન્ટ મીટિંગ કરો છો. તો સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે તે કયા વાહનમાં કેવી રીતે આવે છે તે બાબતનું શા માટે ધ્યાન રાખવામાં નથી આવતું? 2 માર્ક ઓછા આવવાથી બાળકની જિંદગી ખરાબ નહીં થાય. પરંતુ જો હેલ્મેટ પહેર્યા વગર બાળક ટુ વ્હીલર ચલાવશે અને જો અકસ્માત થશે તો તેને અથવા તો સામે વાળાને જિંદગીનું નુકસાન જરૂરથી થશે.. 

માતા પિતા બાળકને વાહન તો આપી દે છે પરંતુ...

મહત્વનું છે કે અનેક બાળકો વાહનો લઈને શાળાએ આવતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. અનેક વખત જોવામાં આવ્યું છે કે બાળકો રોન્ગ સાઈડ વાહન ચલાવે છે અને તેમાં હેલ્મેટ પણ નથી પહેરતા.. અને ફૂલ સ્પીડમાં વાહન પણ ચલાવે છે.. ના કરે નારાયણ અને કોઈ અકસ્માત થાય તો...અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે માતા પિતા બાળકને વાહન ચલાવા તો આપી દે છે પરંતુ વાહન ચલાવવાની સાચી રીત નથી શીખવાડતા. કાયદાનું પાલન કરવું જોઈએ તે નથી શીખવાડતા.. લાયસન્સ નથી આવતું તો પણ વાહન ચલાવવા આપી દેતા હોય છે.. ઉલ્લેખનિય છે કે બીજી તરફ અનેક એવા વાલીઓ પણ છે જે કાયદાનું પાલન કરવાનું બાળકને કહેતા હોય છે.. જ્યાં સુધી લાયસન્સ નથી આવતું ત્યાં સુધી વાહન નથી આપતા ચલાવવા..   



બાળકો મોટાને જોઈને શીખતા હોય છે.. 

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ.. જ્યારે ટુ વ્હીલર ચલાવીએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ વગેરે વગેરે.. કાયદો છે તે બધાને ખબર છે પરંતુ શું આપણે તેનું પાલન કરીએ છીએ ખરા? અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા.. ટુ વ્હીલર હેલ્મેટ પહેર્યા વગર ચલાવે છે...સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે મોટાઓને જોઈને બાળકો શિખતા હોય છે.. મોટા જે પ્રમાણે વરતે છે તે પ્રમાણે બાળકો પર કરે છે.. જો મોટા હેલ્મેટ પહેરતા હશે તો બાળકોને પણ થશે કે હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...