સાળંગપુર હનુમાનજી મંદિરના વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ ઝંપલાવ્યું, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-31 22:16:12

રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા છે તો અન્ય એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા બતાવવામાં આવ્યા છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોના કારણે  હિંદુ ધર્મના સાધુ-સંતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. હવે આ મામલે  જાણીતા લોક સાહિત્ય કલાકારોએ પણ ઝંપલાવ્યું છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ વીડિયોના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.


શું કહ્યું રાજભા ગઢવીએ?


 લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પણ કાર્યક્રમમાં ઘણું બધું કહેતો આવું છું.  કેટલાક લોકોએ આપણા સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાની કોશિશ કરી છે.  આખી દુનિયામાં ઘણા બધા મહાન સંતો થઈ ગયા તેમને પણ વંદન છે.  કહેવાનો અર્થએ છે કે હવે આપણે જાગવું પડશે. ભીંતચિત્રોને હટાવવા પડશે માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કંઈ થવાનું નથી. હનુમાનજી શિવનું જ એક રૂપ છે. ધર્મ માટે આપણે ક્યાંય નહી કરીએ. આપણને કોઈ નહી બચાવી શકે. આપણા છોકરા મોજ કરે, વેબ સીરીઝો જોવે, ડ્રગ્સ લે, અને બીજા બધા ધર્મને મજબૂત બનાવતા જાય છે.


હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ નહીં- દેવરાજ ગઢવી


સાળંગપુર વિવાદને લઈ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ નિવેદન આપ્યું છે કે, "સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક વિવાદો સામે આવ્યા છે. આ લોકોને આવા વિવાદ કરવામાં શું આનંદ આવે છે?  હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ ન હોઈ શકે.  લોકોનાં દુઃખ હરનારને તમે દાસ બતાવો તે યોગ્ય નથી. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા તમામને મારી અપીલ છે કે, તમામ લોકોએ સૌથી પહેલા આપણે હિન્દુ થાવું પડશે. અહીંયાથી પાછું વળવું પડશે નહીતર બજારમાં પણ નહી નીકળી શકો"




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.