સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટનો વિવાદાસ્પદ નિર્ણય, કષ્ટભંજન દેવ મંદિરના પરિસરમાં મીડિયાને 'નો એન્ટ્રી'


  • Published By :
  • Published Date : 2023-09-01 16:12:09

સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યા છે, હિંદુ ધર્મના સાધુ સંતો. ધર્મગુરૂઓ અને મહંતો ઉપરાંત કથાકારો અને લોક સાહિત્યકારોએ પણ આ મામલે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરના પરિસરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્ર કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દેકારો મચી ગયો છે. જો કે હવે આ મામલે મંદિર વહીવટી તંત્રએ મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.


શા માટે મીડિયાને પણ નો એન્ટ્રી?


સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મીડિયામાં સતત દર્શાવવામાં આવતા મીડિયાને મંદિર પરિસરમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર પરીસરમાં વીડિયો કે બાઈટ નહીં કરવા મંદિર પ્રસાસન દ્રારા મીડિયાને મનાઈ ફરમાવવામાં આવતા મીડિયા કર્મીઓમાં હાલ ભારે રોષની લાગણી ફેલાઈ છે.

  

વિવાદમાં નૌતમ સ્વામીએ પણ ઝંપલાવ્યું 


સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ પણ ઝંપલાવ્યું છે. ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ પણ કડક નિવેદન આપ્યું છે. વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે આ સિવાય જણાવતા કહ્યુ હતું કે ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. સ્વામીનારાયણ ભગવાનની પણ શ્રીહનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે. કોઇને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જાય. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. ત્યાં યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને સંપ્રદાયના કોઇને વ્યક્તિએ જરૂર નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે