અંબાજી મંદિરમાં VIP દર્શન જેવા ફેક ન્યૂઝ મુદ્દે નિવેદન આપતી AAP સાળંગપુર હનુમાનજી વિવાદ મુદ્દે ચુપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-09-01 19:17:43

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને  શક્તિપીઠ અંબાજીમાં હજારો શ્રધ્ધાળુંઓ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા આવે છે. જો કે ગુજરાતના આ સુપ્રસિદ્ધિ યાત્રાધામમાં પણ VIP દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. ડાકોરની જેમ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શનની પ્રથા શરૂ થતાં હોબાળો થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી આ મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને  VIP દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. જો કે હવે આ મુદ્દે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ ખુલાશો કર્યો છે તેમણે જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે, પરંતું મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી.


શું કહ્યું હતું AAP પ્રદેશ મંત્રી કરસન બાપુએ?


આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. અંબાજી મંદિરની સમિતિના આ નિર્ણયનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. અને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે. તમારા નિર્ણયના કારણે દર્શનાર્થીઓને દ્વેષની લાગણી મંદિરની અંદર અનુભવવી પડે છે, જે બિલકુલ ન ચાલી શકે. તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે અમારે આવેદનપત્ર આપવા પડે એ સનાતન માટે યોગ્ય નથી અને આવા આવેદનપત્ર તમારા નિર્ણયની વિરુદ્ધ આપવા પડે એના માટે અમને મજબૂર ન કરો.


આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે ચુપ કેમ?


આજે સમગ્ર રાજ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રાજ્યના તમામ મોટા ધર્મગુરૂઓ, સાધુ-સંતો અને મહંતો આ મામલે આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હવે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવા અંગે તથા  VIP દર્શન મુદ્દે વીડિયોના માધ્યમથી વિરોધ વ્યક્ત કર્યો છે. જો કે આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચુપ કેમ છે. કરસન બાપુ જ નહીં AAPના અન્ય કોઈ નેતાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી અને એકદમ ચુપકીદી સાધી છે. અંબાજી મંદિરમાં VIP દર્શન જેટલો જ મહત્વનો મુદ્દો સાળંગપુરમાં હનુમાનજી મંદિરનો વિવાદ પણ છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓના ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે તે સમજી શકાતું નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.