લીંબડીમાં યોજાયેલ ધર્મ સંમેલનમાં સંતોનું આકરૂ વલણ, સ્વામિનારાયણ સંપ્રદાય સામે હાઈકોર્ટમાં કરાશે પિટિશન


  • Published By :
  • Published Date : 2023-09-05 20:30:49

સાળંગપુર હનુમાનજી મંદિર પરીસરમાં આવેલા વિવાદિત ભીંતચિંત્રોને લઈ સુખદ નિવેડો આવી ગયો છે. આજે મંદિર વહીવટી તંત્ર દ્વારા સુર્યોદય પહેલા જ તમામ વિવાદાસ્પદ ભીંતચિંત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ સનાતન હિંદુ ધર્મ સંમેલનમાં હાજર રહેલા સાધુ-સંતો અને ધર્મગુરૂઓએ સ્વામીનારાયણ સંપ્રદાય સામે આકરૂ વલણ અપનાવ્યું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે. સનાતન ધર્મના સંતો મહંતો સ્વામિનારાયણ સંપ્રદાયને કોર્ટમાં ઢસેડી જવા સુધીની તૈયારી કરી રહ્યા છે. આ મામલે તેઓ કોર્ટમાં 187 પુરાવા રજુ પણ કરવાના છે.


હાઈકોર્ટમાં પિટિશન કરાશે

 

લીંબડી ખાતે યોજાયેલ સનાતન હિંદુ ધર્મ સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે. આ સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે.  

 

આ જાણીતા સંતો રહ્યા હાજર


આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા મનદીપ પાર્ટી પ્લોટમાં સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દિલીપ દાસજી, ઋષિ ભારતી બાપુ, લાલદાસ બાપુ, જ્યોતિર્નાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, અવધબિહારી દાસજી, નિશ્ચલદાસજી, ગીતાદીદી, શેરનાથ બાપુ સહિત ગુજરાત અને દેશભરમાંથી મહામંડલેશ્વરો, સાધુ-સંતો હાજર રહ્યા હતા. આજના ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 


જ્યોતિર્નાથ મહારાજે શું કહ્યું?


ધર્મ સંમેલનમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, ગઈકાલે જે સમાધાન થયું છે, એ સમાધાન કરનારા લોકો તો આ લડતમાં જ નહોતા, તો સમાધાન કેવી રીતે થયું? એક તખતી હટાવવાથી સમાધાન થતું નથી. તેમણે કહ્યું કે, માત્ર ભીંતચિત્રો નહીં, એમના મગજના ચિત્રો હટાવવાની જરૂર છે. આમણે તો ખાલી ભીંતચિત્રો જ હટાવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા મંદિરોમાં અડેધડ લખાણો છાપેલા છે, મૂર્તિઓ બનાવેલી છે. જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સમાજમાં વ્યાપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે. અમારી પરંપરાને અસર કરનારાને અમે માફ કરતા નથી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લડાઈ ચાલું જ છે. 


આગામી સંત સંમેલન જૂનાગઢમાં યોજાશે​​​​​​​


આ મહાસંત સંમેલનમાં છેલ્લે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આવનારા 10 દિવસમાં જૂનાગઢ ગીરનાર ખાતે સંત શેરનાથ બાપુના સાનિધ્યમાં ભવ્ય સંત સંમેલન યોજાશે. જેમાં સત્ય સંશોધનના નેજા હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. જેમાં દરેક સાધુ સંપ્રદાયનો સમાવેશ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે