સોશિયલ મીડિયાની લીડિંગ કંપની મેટાના ઇન્ડીયા હેડ માટે સંધ્યા દેવનાથનની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2022-11-18 13:34:32

સમગ્ર વિશ્વમાં ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. ભારતીયો વિશ્વ સ્તરે ખૂબ નામના મેળવી રહ્યા છે. ત્યારે વખુ એક ભારતીય મુળની દિકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને મેટા ઈન્ડિયા માટે ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે. સંધ્યા 1 જાન્યુઆરી 2023થી મેટા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. 

Sandhya Devanathan Became The Meta India Head Know How Her Journey Has Been  In 5 Points | Meta ની ઈન્ડિયા હેડ બની સંધ્યા દેવનાથન, 5 પોઈન્ટમાં જાણો કેવી  રહી છે તેમની સફર

સંધ્યા છે Metaમાં Women@APACના સ્પોન્સર 

2016થી સંધ્યા ફેસબુક સાથે જોડાયેલી છે. નિયુક્તિ થયા બાદ કંપનીના ગેમીંગ ઈંડસ્ટ્રીનો કારોબારને આગળ લઈ જવામાં ઘણી મહેનત કરી હતી. સંધ્યાએ આંધ્ર યુનિવર્સિટીથી પોતાનું એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું હતું અને તે બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએની શિક્ષા પ્રાપ્ત કરી હતી. સંધ્યાને ટેક્નોલોજીનો સારો અનુભવ છે. ઉપરાંત તેઓ Metaમાં Women@APACના સ્પોન્સર પણ છે. ગ્લોબલ બોર્ડ ઓફ પેપર ફાઈનાન્સિયલ સર્વિસમાં તેમણે સેવા આપી છે.   

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત  કર્યા - Hum-Dekhenge ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ...

ભારતમાં અનેક ફિચર્સ સૌથી પહેલા લોન્ચ કરાયા - મેટાના બિઝનેસ ચીફ ઓફિસર 

મેટા ઈન્ડિયા હેટ તરીકે અનેક જીમેદારી નિભાવશે જેમાં બ્રાન્ડસ, એડવર્ટાઈઝર તેમજ બિઝનેસ પાર્ટનર્સ સાથે સંબંધ મજબૂત કરશે. પોતાની કારકિર્દી દરમિયાન સંધ્યાએ અનેક મોટી અને વિદેશી કંપનીઓ સાથે તેમણે કામ કર્યું છે. સંધ્યાની નિયુક્તિ થતા મેટાના ચીફ બિઝનેસ ઓફિસરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારત ડિજિટલને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. મેટાએ ઘણી બધી લેટેસ્ટ ફિચર્સ ભારતમાં સૌ-પ્રથમ લોન્ચ કર્યા છે. જેમાં રીલ્સ અને બિઝનેસ મેસેજીંગનો સમાવેશ થાય છે. Whatsapp પર જીઓ માર્ટ લોન્ચ સૌ પ્રથમ ભારતમાં થયું હતું.               




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે