અમદાવાદમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ યોજાશે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ, આ વિદ્વાનો આપશે પ્રવચન


  • Published By :
  • Published Date : 2023-12-28 20:33:49

અમદાવાદમાં આગામી 30 અને 31 ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરૂ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ બે દિવસના લેટરેચર ફેસ્ટિવલમાં સંસ્કૃત ભાષાના પંડિતો તેમના મનનીય પ્રવચનો આપશે.  સંસ્કૃતવિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ, એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં માત્ર અમદાવાદમાં જ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 


આ વક્તાઓ આપશે પ્રવચન 


 બે દિવસના સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજુ કરશે. આ નિષ્ણાતોમાં શિવાનંદ આશ્રમના સ્વામિ પરમાત્માવંદ સરસ્વતી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યૈશ જહા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, આયુર્વેદાચાર્ય ડો. ભવદીપ ગણાત્રા, આચાર્ય બાલકૃષ્ણ દવે, નવગુજરાત કોલેજના ટ્રસ્ટી સ્નેહલ શાહ, ડો. કમલેશ ચોક્સી, ડો. અમૃતલાલ ભોગાયતા, ડો. વસંત કુમાર ભટ્ટ, ડો. ચાન્દ કિરણ સલુજા ટ્રસ્ટી સંસ્કૃત સંવર્ધન દિલ્હી, અમી ગણાત્રા વિવિધ વિષયો પર તેમનું પ્રવચન આપશે. તે ઉપરાંત માધવી ઝાલા, ઝંખના શાહ, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર તેમની નૃત્યનાટિકા રજુ કરી કરશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે