Sarangpur : વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરનારને લઈ આવ્યા અપડેટ! ફરિયાદીએ કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-04 11:34:18

સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો છે.  હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો છે. આ આખો મુદ્દો સામે આવતા હિંદુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક કથાકાર, લોકસાહિત્ય કારોએ આ મામલે પ્રતિક્રિયાઓ આપી છે. થોડા દિવસ પહેલા હર્ષદ ગઢવી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરી રહ્યો છે. થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હવે ફરિયાદ કરનાર સિક્યુરિટી ગાર્ડનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફરિયાદને લઈ ખુલાસા કરી રહ્યા છે. 

ફરિયાદીનો વીડિયો સામે આવ્યો છે  

સાળંગપુર મુદ્દાને લઈ અનેક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ભક્તોની લાગણી દુભાતી હોય તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિવાદીત ભીંતચિત્રો પર હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ કાળો કલર ફેરવી રહ્યો છે ઉપરાંત મૂર્તિને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે જે ફરિયાદીએ આ મામલે ફરિયાદ કરી છે તેમનો વીડિયો સામે આવ્યો છે. 


વીડિયોમાં શું કહી રહ્યા છે ફરિયાદી? 

વીડિયોમાં ફરિયાદીએ કહ્યું કે મારૂં નામ ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે છે. વિડિયોમાં કહ્યું છે કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે નામ આપી દેવાયું છે ઘટના બની તે સમયે મારી ડયુટી હતી બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પુછેલ કે તમે તૈયાજ હતા ત્યારબાદ ઓફિસમાંએક કાગળ ઉપર સહિ કરાવી હતી સોશીયલ મીડીયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે.


પોલીસ કાફલો કરાયો છે તૈનાત 

મહત્વનું છે કે સાળંગપુર વિવાદને લઈ રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. કાળા કલરની ઘટના બાદ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા. મહિલા ટીમને પણ ઉતારી દેવામાં આવી છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે