Sarangpur વિવાદનો આવ્યો સુખદ અંત, સૂર્યોદય પહેલા હટાવાઈ દેવાયા વિવાદીત ભીંતચિત્રો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 09:29:26

છેલ્લા ઘણા સમયથી સાળંગપુર મંદિરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ એ ભીંતચિત્રો હતા જેમાં હનુમાનજીને દાસ બતાવાયા હતા. આ મામલે અનેક સંતો મહંતો, ભક્તો તેમજ લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.અનેક ભક્તોની લાગણી દુભાઈ હતી. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન ઉગ્ર બનતો હતો ત્યારે ગઈકાલે વિવાદને શાંત પાડવા સરકારે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. બંધબારણે સરકાર અને સંતોની બેઠક થઈ હતી. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો વચ્ચે પણ મહત્વની બેઠક થઈ હતી.

 આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને થયું પણ એમ જ. (તસવીર: પ્રણવ પટેલ)

આ બેઠક બાદ ભીંતચિત્રો હટાવી લેવાશે તેવી કરાઈ હતી જાહેરાત  

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપીના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં સનાતન ધર્મના સંતો પણ હાજર હતા. બેઠક  બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી. એવી જાહેરાત કરવામાં આવી કે આવતી કાલ સવાર સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે. અને સવાર પડે તે પહેલા જ ભીંતચિત્રો હટાવી લેવાયા છે. વિવાદીત ભીંતચિત્રોને હટાવવાની કામગીરી રાત્રે બાર વાગ્યા પછી શરૂ કરી દેવામાં આવી હતી અને સૂર્યોદય થાય તે પહેલા ભીંતચિત્રો હટાવી લેવાયા છે. ભીંતચિત્રો હટી જતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો છે. 

 સાળંગપુર વિવાદિત ભીંતચિત્રો આખરે દુર કરવામાં આવ્યા છે. સંતો દ્વારા કરાયેલ જાહેરાત બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ બે ચિત્ર હટાવ્યા છે. રાત્રે બાર વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડવાની શક્યતા છે. સનાતન ધર્મના સાધુ સંતોએ પણ નિર્ણયને આવકાર્યો છે તો બીજી બાજુ ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. (તસવીર: પ્રણવ પટેલ)

પોલીસ કાફલો કરાયો હતો તૈનાત 

મહત્વનું છે કે ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ અનેક ભક્તોની લાગણી દુભાઈ હતી. હર્ષદ ગઢવી નામના વ્યક્તિએ વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર ફેરવી દીધો હતો અને ભીંતચિત્રોને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ પોલીસ બંદોબસ્ત મંદિર પરિસરમાં ગોઠવી દેવાયો હતો. ગઈકાલે પ્રતિમાની આજુબાજુ પણ સુરક્ષા વધારાઈ હતી. ત્યારે હવે આ વિવાદનો સુખદ અંત થઈ ગયો છે. વિવાદીત ભીંતચિત્રોને હટાવાઈ દેવાયા છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.