મહારાષ્ટ્રના સતારામાં કોમી આગ ભડકી, પથ્થરમારો અને આગજની બાદ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા ઠપ


  • Published By :
  • Published Date : 2023-09-11 14:25:42

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોમી તોફાનોની ફાટી નિકળ્યા છે, રાજ્યના સતારા જિલ્લામાં બે સમુદાય વચ્ચે તંગદીલી સર્જાઈ છે. જિલ્લામાં ઠેર ઠેર પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બનતા પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. સતારા જિલ્લામાં રમખાણોના ડર વચ્ચે પોલીસ પહોંચી અને બળજબરીથી લોકોને રસ્તા પરથી હટાવ્યામાં આવ્યા હતા. મામલાની શંકાસ્પદને ધ્યાનમાં લઈને સરકારે ઈન્ટરનેટ સુવિધા બંધ કરવાનો હુકમ જારી કર્યો છે. એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારાથી આ કોમી આગને પલીતો ચાંપવામાં આવ્યો હતો. કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે દરેક સ્થળે સુરક્ષા દળો ખડકી દેવામાં આવે છે.  


સોશિયલ મીડિયા પોસ્ટથી કોમી આગ ભડકી


આ સમગ્ર મામલાની શરૂઆત 15 ઓગસ્ટથી સતારામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની પોસ્ટ સતત શેર કરવામાં આવી રહી હતી. જેના કારણે ખટાવ તાલુકાના પોસ સાવલીમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અહીં કેટલાક તોફાનીઓએ મહાપુરુષો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી છે. જેના કારણે રવિવારે રાત્રે મામલો વણસ્યો ​​હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. બે સમુદાયો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ પર પથ્થરમારો થતાં મામલો વધી ગયો હતો. આ ઘટના દરમિયાન ઘણી જગ્યાએ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. તોફાની કરતા લોકોએ અનેક જગ્યાએ પણ આગ ચાંપી હતી. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી તો તેમણે બંને પક્ષોને અલગ કરવા માટે બળપ્રયોગ કર્યો. હાલ પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.


જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી


સતારામાં ફાટી નિકળેલા આ ભયાનક કોમી રમખાણોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે બળપ્રયોગ કર્યો અને તોફાની તત્વોને ઘટના સ્થળેથી ભગાડી દીધી છે. જિલ્લામાં હાલ સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે. 


પોલીસે લોકોને કરી શાંતિની અપીલ  


સતારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું નિરિક્ષણ કરવા માટે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે. સતારા જિલ્લા વહીવટીતંત્રે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લોકોને શાંતિની અપીલ કરતી એક પોસ્ટ કરી છે. સતારા જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડી અને પોલીસ અધિક્ષક સમીર શેખે કરેલી અપીલ મુજબ, “સતારા જિલ્લામાં તંગદીલીની પૃષ્ઠભૂમિ પર, જિલ્લા વહીવટીતંત્ર સતારા જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રહ્યું છે. લોકોએ સોશિયલ મીડિયા પર એવી કોઈ પણ સામગ્રી પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ જે સંભવિત રીતે સાંપ્રદાયિક વિખવાદ પેદા કરી શકે અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે".



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?