સાઉદી અરેબિયા દુનિયાની આઠમી અજાયબી બનાવવા જઈ રહ્યું છે,કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું:જુઓ વિડિઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:38:21

સાઉદી અરેબિયા દુનિયાને એક અજાયબી આપવાનું છે. અહીં 170 લાંબા એક મેગાસિટીનું સર્જન થવાનું છે અને તેના માટે કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે. બાંધકામનો પ્રથમ વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. નિયોમ (NEOM) ખાતે બની રહેલા સાઉદી શહેરને 'ધ લાઈન (The Line) નામ આપવામાં આવ્યું છે જે ખરેખર ભવિષ્યનું શહેર હશે.

THE LINE NEOM: See the city of the future in Saudi Arabia

રણપ્રદેશમાં આવેલો દેશ સાઉદી અરેબિયા દુનિયાને એક અજાયબી આપવા જઈ રહ્યો છે. સાઉદી અરેબિયામાં 170 લાંબા એક મેગાસિટીનું સર્જન થવાનું છે અને તેના માટે કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે. અહીં કઈ રીતે બાંધકામ થાય છે તેનો પ્રથમ વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ શહેર અફાટ રણપ્રદેશ અને પહાડી વિસ્તારમાં પથરાયેલો હશે. નિયોમ (NEOM) ખાતે બની રહેલા સાઉદી શહેરને 'ધ લાઈન (The Line) નામ આપવામાં આવ્યું છે અને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં તેનું બાંધકામ શરૂ થયું છે. આ શહેર માટે સૌથી પહેલા 2017માં જાહેરાત કરવામાં આવી હતી.


શહેરમાં ટેક્સી ઉડતી હશે, ઘરનું કામ રોબોટ કરશે

Flying robot taxi to start trials in Las VegasFoodies in Dubai will soon have robots preparing, serving meals for them

આ એક સંપૂર્ણપણે ભવિષ્યનું શહેર હશે જેમાં રસ્તા નહીં હોય. તેના બદલે હવામાં ટેક્સી ઉડશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરનું કામકાજ પણ નોકરચાકરના બદલે રોબોટ પાસે કરાવવામાં આવશે. પરંતુ આર્કિટેક્ટ્સ અને અર્થશાસ્ત્રીઓએ આ પ્રોજેક્ટના લોજિક સામે સવાલ ઉઠાવ્યા છે. પરંતુ હવે તેનો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે અને ડ્રોન ફૂટેજ ઉપલબ્ધ છે. તેમાં જોવા મળે છે કે રણની વચ્ચે કેટલાક ટ્રક અને મોટી સાઈઝના મશીન કામ કરી રહ્યા છે.


રણમાં ચાલતા બાંધકામના ડ્રોન ફૂટેજ જુઓ


લાઈન શહેરમાં લોકો કઈ રીતે રહેશે?


આ શહેરની ખાસિયત એ છે કે તે ગોળ કે ચોરસ નહીં પરંતુ લાંબી રેખામાં બની રહ્યું છે. તેથી તેને લાઈન નામ અપાયું છે જેની લંબાઈ 170 કિમી અથવા 100 માઈલ કરતા વધારે હશે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (Prince Mohammed Bin Salman) લાઈનની ડિઝાઈન અંગે જાહેરાત કરી હતી. વિશ્વનું આ પ્રથમ શહેર હશે જે રિન્યુએબલ એનર્જીથી (Renewable Energy) ચાલશે. તેમાં વિન્ડ, સોલર અને હાઈડ્રોજન પાવરનો ઉપયોગ કરવામાં આવશે. લાઈનની અંદર ઈન્ટરકનેક્ટેડ સમુદાયો વસવાટ કરશે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી એકબીજા સાથે જોડાયેલા હશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનતા શહેરમાં હરવુંફરવું સરળ હશે, સ્વચ્છ ઉર્જા હશે તથા લેટેસ્ટ ટેક્નોલોજીના સહારે ચાલતું હશે.


500 મીટર ઉંચા સ્કાયસ્ક્રેપર બનશે

Mirror Line: Saudi Arabia to Build Skyscraper Stretching 121 Kms, Rising Up  to 488 Metres

NEOMને સાઉદી ક્રાઉનપ્રિન્સ અને શાસક મોહમ્મદ બિન સલમાનના (Prince Mohammed Bin Salman)સ્વપ્નનું શહેર કહેવામાં આવે છે. તેમાં 500 મીટર ઉંચા બે સ્કાયસ્ક્રેપર બનાવવાની યોજના છે જે કેટલાક માઈલ સુધી ફેલાયેલા હશે. એટલે કે આ ઈમારતો અનેક માઈલની પહોળાઈ ધરાવતા હશે. આ શહેર એક સીધી રેખા જેવું હશે જેની પહોળાઈ માત્ર 200 મીટર હશે, પરંતુ તેની લંબાઈ 170 કિલોમીટર હશે અને તે સમુદ્રની સપાટીથી 500 મીટરની ઉંચાઈએ આવેલું હશે.


શહેરમાં કોઈ રોડ કે કાર નહીં હોય

The Line, ecco come sarà la città saudita senza strade né emissioni -  Notizie da TeleAmbiente TV News

આ શહેરમાં રસ્તા જ નહીં હોય તેથી તેમાં કોઈ કાર પણ નહીં દોડે અને પ્રદૂષણ પણ નહીં થાય. આ 100 ટકા રિન્યુએબલ એનર્જી પર આધારિત શહેર હશે અને તેની 95 ટકા જમીન નેચર માટે અનામત રખાશે. ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતા અહીં લોકોના આરોગ્ય અને સુખાકારીને વધારે મહત્ત્વ અપાશે.



નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.