સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શિક્ષણ શાસ્ત્ર ભવનના એસોસિયેટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયાને લઈ ઉઠ્યો આ સવાલ, જાણો શું કહેવું છે ભરતી પ્રક્રિયા અંગે ફરિયાદ કરનારનું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 16:12:05

ગુજરાતમાં અનેક ભરતીઓ એવી છે, અનેક ભરતી પ્રક્રિયાઓ એવી છે જેમાં વિવાદ છેડાયો હોય. અનેક ઉદાહરણો આપણી સામે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શિક્ષણ શાસ્ત્ર ભવનના એસોસિયેટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયાનો વિવાદ સામે આવ્યો છે.... આ અંગેની ફરિયાદ દિપ્તી કુંડલ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2019માં જાહેર થયેલી એસોશિયેટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ગેરમાન્ય હોવાની ફરિયાદ ઉઠી છે.આ તારીખે કરવામાં આવી ભરતીની જાહેરાત

જમાવટમાં પોતાની રજૂઆત લઈને દિપ્તી કુંડલ આવ્યા હતા.. રજૂઆતમાં તેમણે અનેક વિગતો આપી. આ આખો મુદ્દો શું છે તે તેમણે જણાવ્યું હતું.. તેમના દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસોસિયેટ પ્રોફેસરની ભરતી કરવાની જાહેરાત ચોથી નવેમ્બર 2019માં કરવામાં આવી.. તેના ઈન્ટરવ્યુ 28-09-2023માં થયા.. ઈન્ટરવ્યુ માટે એવા કેન્ડીડેટને પણ બોલાવ્યા જેઓ ભરતી માટે લાયકાત ધરાવતા ના હતા. જેને કારણે વિવાદ છેડાયો.. UGC Reg 2018, University Ordinance 205 પ્રમાણે એસોશિએટ પ્રોફેસરની ભરતીમાં પૂર્ણ પગાર મેળવતા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેના અધ્યાપકનો આઠ વર્ષનો અનુભવ જ માન્ય ગણી શકાય. નિયમ મુજબ ઉમેદવારોની પસંદગી થઈ પરંતુ...

2019માં થયેલી ભરતીની જાહેરાતમાં આ નિયમો અનુસાર ભરતી થશે તેમ યુજીસીના રેગ્યુલેશન 2018 અને યુનિવર્સિટી ઓર્ડિનન્સ 205નો ઉલ્લેખ છે... 8 વર્ષનો અનુભવ નિયમ મુજબ જરૂરી છે... સ્ક્રૂટિની કમિટી દ્વારા નિયમ મુજબ ઉમેદવારોની પસંદગી થઈ પરંતુ તે બાદ પણ યુનિવર્સિટીએ સરકાર પાસેથી માર્ગદર્શન માગ્યું.. 19-12-2020ના માર્ગદર્શન પત્ર આવ્યો. આમાં UGC 2018 મુજબ જ અનુભવ ગણતરી અંગે સૂચના હતી..પરંતુ  થોડા સમય સુધી તમામ પ્રક્રિયા અટકાવી પછી સ્ફૂટિની પ્રક્રિયા ફરીથી થઈ. Eligible અને not eligibleને લઈ છેડાયો હતો વિવાદ 

અગાઉ એલિજીબલ ન હતા એ નામો પણ આધારો રજૂ કરે તો માન્ય રાખવાની નોંધ સાથે માન્ય રાખવામાં આવ્યા. ભરતી વખતે જાહેર થયેલા રિક્રુટમેન્ટ રુલના ભંગ થવા સાથે ઈન્ટરવ્યુ માટે એવા ઉમેદવારોને પણ બોલાવામાં આવ્યા જે યુજીસીના નિયમો મુજબ આ ઈન્ટરવ્યુ માટે eligible ના હતા. Eligible અને not eligibleને લઈ  વિવાદ થયો, ફરિયાદ થઈ. કમિટીની રચના થઈ જેમાં... 

શિક્ષણ મંત્રીએ ફરિયાદના આધારે ભરતી પ્રક્રિયા અટકાવી. આ વિગતને ગંભીરતાપૂર્વક સમજી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલએ તમામ વિગત ધ્યાનમાં લઈને  તટસ્થ નિર્ણય માટે સમગ્ર પ્રક્રિયાની ફેરતપાસની સૂચના આપી. આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવાઈ.. કમિટીએ ફરિયાદ કરનાર દીપ્તિ કુંડલ તેમજ જીજ્ઞાબેનને હિંયરિંગ માટે બોલાવ્યા. જેમાં એલીજીબલ candidateના જ ઈન્ટરવ્યું થવા જોઈએ તેવી આ બને ઉમેદવારોની માગ હતી. પોતાની માગ કમિટી સમક્ષ લેખિત અને મૌખિક રીતે મૂકી હતી. મીટિંગમાં ત્રણ સભ્યો હાજર હતા. કમિટીએ ઉમેદવારોને આ અંગે પછીથી કોઈ જ માહિતી આપેલ નથી.આ બધા વચ્ચે  13-12-2023માં એક પરિપત્ર બહાર પડ્યો અધ્યાપક સહાયક માટે.. તે આધારે કમિટીએ નિર્ણય કર્યો કે અધ્યાપક સહાયકનો અનુભવ માન્ય રહેશે.. મહત્વનું છે કે ભરતી માટે જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 


શું કહેવું છે આ અંગે ફરિયાદ કરનારનું? 

13/12/2023ના પરિપત્ર આધારે ગુજરાત સરકાર દ્વારા અધ્યાપક સહાયકના ફિક્સ પગારની નોકરીની બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે નોશનલ ગણતરી કરવા તથા  31/3/2019 સુધી આર્થિક લાભ નહીં મળે તેવા ઉલ્લેખ સાથે ખૂબ અગત્યનો અને નોંધપાત્ર નિર્ણય કરવામાં આવ્યો. ફરિયાદ કરનારનું કહેવું છે કે જો લાભ મળવાપાત્ર થતો હોય તો ગુજરાત રાજ્યના તમામ અધ્યાપક સહાયકોને સમાન રીતે લાગુ કરવા પડે. જાહેરાતમાં જેનો ઉલ્લેખ જ ન હોય તેવો લાભ લાગતાવળગતા પૂરતો દર્શાવીને બાકીના બધા માટે અન્યાય તો ન જ કરી શકાય. આમ પણ સીધી ભરતીમાં આ બાબતથી યુજીસીના રેગ્યુલેશન 2018 ના કાઉન્ટીંગ ધ પાસ્ટ સર્વિસ એ મુદ્દા ક્રમ 10ના (f)ની વિગત iii તથા (g)ના નિયમનો ભંગ થાય છે જે વધુ નોંધપાત્ર વિગત ગણાય.2019ની ભરતીમાં કેવી રીતે 2023નો પરિપત્ર લાગુ થઈ શકે?  

વળી, સવાલ એ પણ થાય કે 2019ની ભરતીમાં 2023નો પરિપત્ર કેવી રીતે મનાય? ઈન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા પછીનો કોઈ પરિપત્ર ભરતી પ્રક્રિયામાં લાગુ પાડી શકાય નહીં.... માટે ભરતી અંગે નવી જાહેરાત થવી જોઈએ.. નવા પરિપત્ર પ્રમાણે જે નિર્ણય ફેરતપાસ કમિટી દ્વારા લાવવામાં આવ્યા અને 16/2/2024 તથા 23/2/2024 ના પત્રો થયા તે યુજીસી તેમજ ઓર્ડિનન્સના નિયમોનો ભંગ કરે તેવા હોવાથી નવેસરથી ભરતી પ્રક્રિયા થવી જોઈએ તેવી માગ દીપ્તિ બી કુંડલ દ્વારા કરવામાં આવી છે.ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

વરસાદની સિઝન હોય તો ગમવું કોને ના ગમે.. અનેક લોકો ફરવામાટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે..

લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી.