આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ, 10 લાખ લોકોએ એક જ નંબરથી લાખો લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:25:53

સામાન્ય વર્ગને સીધો લાભ થાય તે માટે અનેક સરકારી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. ત્યારે આવા હેતુથી શરૂ કરવામાં આવી હતી આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ અંદાજીત 7.5 લાખ લાભાર્થીઓના નંબર સરખા હતા અને તે હતા 9999999999. એક જ નંબર પરથી 7.5 લાભાર્થીઓએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું તે એક પ્રશ્ન હતો.. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ હતો કે આયુષ્માન યોજનામાં મૃત વ્યક્તિઓની પણ સારવાર કરવામાં આવી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.


આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરાઈ

ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી અનેક પરિવારના ગજાની વાત નથી હોતી. કારણ કે એક વાર જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર ગયા તો ત્યાં તમારૂ બિલ એટલું મોટું બને કે પૈસાની વ્યવસ્થા સાધારણ પરિવાર ક્યાંથી કરે તે એક પ્રશ્ન હોય છે. ત્યારે આયુષ્માન ભારત યોજના ભારતના સામાન્ય પરિવારના કરોડો પરિવારો માટે મદદરૂપ થાય અને તે લોકો પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ એવી યોજના હતી જેમાં લોકો ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર કરાવી શકે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવે. યોજના સારી હતી પરંતુ ઘણી ખામીઓ સામે આવી. લોકો આ યોજનાનો ખોટો લાભ ઉઠાવવા લાગ્યા.  


કેગના ડેટાએ કર્યો ઘટસ્ફોટ 

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ થઇ રહી છે તેનો ઘટફોટ કેગના રિપોર્ટમાં થયો હતો. એ રિપોર્ટ અનુસાર લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર સાથે લિંક હતા. જેનો નંબર 99999999 હતો. સરળ શબ્દોમાં કહીએ તો આયુષ્માન ભારત યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઇલ નંબર – 9999999999 સાથે લિંક થયેલા હતા. માત્ર 9ની સિરિઝ નહીં પરંતુ 8ની સિરિઝ એટલે કે  8888888888 મોબાઈલ નંબરથી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તે ઉપરાંત 9000000000થી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.



એક જ નંબરથી લાખો લાભાર્થીઓ થયા છે લિંક 

સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત-PMJAYની કામગીરી અંગેના તેના ઓડિટ રિપોર્ટમાં CAG એ જણાવ્યું હતું કે આયુષ્માન યોજનાની બેનિફિશિયલ આઇડેન્ટિફિકેશન સિ્સ્ટમમાં કુલ 7,49,820 લાભાર્થીઓ એક જ મોબાઇલ સાથે લિંક થયેલા હતા. 8888888888થી 139300 લાભાર્થીઓ લિંક હતા, જ્યારે  9000000000 નંબર પર 96,046 લાભાર્થી લિંક હતા.  રિપોર્ટ અનુસાર આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7.87 કરોડ લાભાર્થી પરિવાર નોંધાયા છે. 

 

યોજનાની આ છે વાસ્તવિક્તા!

બિઝનેસ ટૂડના અહેવાલ મુજબ ઓડિટમાં એ વસ્તુ પણ સામે આવી કે મૃત વ્યક્તિઓની સારવાર પણ કરવામાં આવી હતી.સ્કીમનો લાભ મૃત વ્યક્તિઓને પણ મળતો હતો. ટીએમએસના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ભારત યોજનાનો લાભ 88 હજાર 760 દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. પરંતુ આ જ દર્દીઓથી સંબંધિત 2 લાખ 14 હજાર 923 નવા ક્લેમનું ભૂગદાન કરી દેવામાં આવ્યું. 3 હજાર 903 દાવાઓની બદલીમાં હોસ્પિટલોમાં 6 કરોડ 97 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.