રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના દર્દીઓની લાગી લાઈનો


  • Published By :
  • Published Date : 2024-02-06 18:09:27

રાજ્યના હવામાનમાં પલટો આવતા રોગચાળાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્તમાનમાં લોકોને સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. રાજ્યમાં બેવડી ઋતુની શરૂઆત થઈ ગઈ છે, આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તથા પ્રાઈવેટ ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાતા રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.


વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા


રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળે છે. લાંબા સમય બાદ રાજકોટ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે. જોકે, સિવિલમાં દર્દીઓને જે લાઈન લાગે છે એ જોતા મનપાના ચોપડે નોંધાયેલા કેસથી વિપરિત છે. જેમાં હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ દર્દીઓ અને તેના સગાઓની ભીડ જોવા મળી રહી હતી. પાર્કિંગની જગ્યામાં પણ વાહનોને પાર્ક કરવાની જગ્યા ખૂટી હોવાનું જણાયું હતું. બહારની સાઈડમાં આવેલ કેસ બારી તેમજ અંદર આવેલ દવાની તમામ બારીઓ પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત સ્ત્રીરોગ વિભાગમાં પણ ખૂબ જ મોટી કતારો જોવા મળી હતી.


ઓપીડી બેઝ રોગચાળો વધ્યો


રોગચાળાની સ્થિતિ અંગે જણાવતા રાજકોટ સિવિલના સુપ્રીન્ટેડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુ હોવાથી રોગચાળો વધ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને કારણે આ હોસ્પિટલમાં 11 જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી સ્વાભાવિક રીતે દર્દીઓની ભીડ જોવા મળે છે. હાલમાં ઓપીડી બેઝ રોગચાળો વધ્યો છે. જેમાં મોટાભાગના દર્દીઓને જરૂરી રિપોર્ટ બાદ દવા આપવામાં આવતા જ ત્રણ-ચાર દિવસમાં સાજા થઈ જાય છે. દાખલ દર્દીની સંખ્યામાં ખાસ મોટો વધારો થયો નથી.ગત માસની સરખામણીએ આ મહિને ઓપીડી કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને ઝાડા-ઉલટી અને ડેન્ગ્યુનાં દર્દીઓમાં ઘણો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત સામાન્ય તાવ તેમજ શરદી-ઉધરસનાં કેસો અને મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગના દર્દીઓ પણ સતત સામે આવી રહ્યા છે. જોકે, ચિકનગુનિયાનો કોઈ પણ કેસ સામે આવ્યો ન હોવાનો આશ્ચર્યજનક દાવો તેમણે કર્યો હતો. તેમજ કોઈ પણ પ્રકારની બીમારીનાં લક્ષણો જણાય ત્યારે કોઈ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવા માટે સિવિલ કે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલની મુલાકાત લેવા અપીલ કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે