કારમા પાછળ બેઠેલા લોકોએ સીટબેલ્ટ નહિ લગાયવ્યો હોય તો હવે થશે દંડ : સરકારનો મોટો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 09:36:24

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વાહનમાં પાછળ બેઠેલા બધા લોકો માટે સીટબેલ્ટ ફરજીયાત કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે જાણીતા ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીના નિધન બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે ને નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે કે અમદાવાદ મુંબઈ હાઇવે કેટલો ખાતરનાખ છે 


રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે. 


દંડની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે 

ગડકરીએ કહ્યુ કે તેમનું મંત્રાલય તેવા લોકો પર દંડ ફટકારવાની યોજના બનાવી રહ્યું છે, જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર સફર કરે છે, ભલે તે આગળ કે પાછળ ગમે તે સીટ પર બેઠા હોય. હવે તેના પર જલદી દંડ ફટકારવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજીત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાઇરસ મિસ્ત્રી વિશે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો હતો. 


નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે કે ભારતમાં અકસ્માતના બનાવો વધ્યા છે 

મંત્રી ગડકરીએ તે સ્વીકાર કરતા કહ્યું કે ભારતમાં રોડ અકસ્માત વધુ થાય છે. છતાં તેમણે પ્રસ્તાવિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર ફટકારવામાં આવતા દંડની રકમનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કરી દીદો છે. પરંતુ તેમણે કહ્યું કે કાર બનાવતા સમયે એરબેજને ફરજીયાત બનાવવાની જોગવાઈની સાથે નવા નિયમની કારોને તૈયાર કરવામાં આવશે. 


દેશમાં આટલા અકસ્માતના આડક જોયા પાછી હું પણ દંગ રહી ગયો : નીતિન ગડકરી 

તેમણે કહ્યું કે દેશમાં 1 વર્ષની અંદર  500,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ જોઈને દંગ રહી ગયો છું. ગડકરીએ ઉલ્લેખ કર્યો કે રોડ દુર્ઘટનામાં 60 ટકા 18-34 ઉંમર વર્ષના લોકો સામેલ છે. મંત્રીએ ગ્રામીણ વસ્તીના શહેરી ક્ષેત્રમાં ભારે પ્રવાસ પર અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આજે ગામો અને વન ક્ષેત્રોમાં 65 ટકા લોકો જીડીપીના 12 ટકાથી વધુનું યોગદાન કરતા નથી. 


કેવા હશે નિયમો : કારમાં ચાલક અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. સાથે 5 સીટર કારોમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠેલા યાત્રીકોનો ફેસ સામેની તરફ છે, તેમાં ચાલતા સમયે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. સીટબેલ્ટ લગાવવો કાયદા દ્વારા ફરજીયાત છે અને તેમાં દંડ પણ સામેલ છે. પરંતુ લોકો તેનું પાલન કરતા નથી. 2019માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ 2019માં સીટબેલ્ટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારી 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.