ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા રાખી મોકૂફ, નવી તારીખોનું જલ્દી કરાશે એલાન, જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-19 15:16:21

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે... લોકસભા ચૂંટણીને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. 

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

આ તારીખોએ થનારી પરીક્ષા રખાઈ સ્થગિત 

જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે... ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે..  ત્યારે વહીવટી કારણોસર આ તારીખે આવતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ તારીખો પર પરીક્ષા નહીં લેવાય. 


ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ થશે જાહેર  

20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ તો પરીક્ષાનું આયોજન કરાયું હતું સાથે સાથે 8 તેમજ 9 તારીખે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 અને 9 તારીખે રખાયેલી પરીક્ષાના આયોજનમાં ફેરફાર નથી કરાયો. 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષા યથાવત રહેશે બાકીની પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.    



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...