Chotta Udaipurથી સામે આવ્યા એવા દ્રશ્યો જેને જોઈ તમે પણ કહેશો શું આવી રીતે ભણશે Gujarat? જુઓ ભણવા માટે સંઘર્ષ કરતા દેશના ભાવિને...


  • Published By :
  • Published Date : 2023-08-03 10:12:32

ગુજરાતને વિકાસના મોડલ તરીકે દેશભરમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવામાં આવતું હોય છે. દરેક જગ્યાઓ પર ગુજરાત મોડલનું ઉદાહરણ આપવામાં આવતું હોય છે. સર્વ શિક્ષા અભિયાનની વાતો કરવામાં આવે છે, અનેક એવી યોજનાઓ જે પેપર પર સો ટકા પૂર્ણ થઈ ગઈ હોય છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ હોય છે. એવા એનક ઉદાહરણો આપણી સામે છે. યોજનાઓ જ્યાં સુધી છેવાડાના ગામમાં વસતા લોકો સુધી નથી પહોંચતી ત્યાં સુધી તે યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તે માનવું અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ સર્વ શિક્ષા અભિયાનની.. 

છકડાની પાછળ અને કેરિયર પર બેસીને વિદ્યાર્થીઓ જીવના જોખમે સ્કૂલે જઈ રહ્યા છે.

વાસ્તવિક્તા બતાવવાનો અમારો છે પ્રયાસ 

અનેક લોકોને લાગતું હોય છે કે અમારે ત્યાં નેગેટિવ સમાચારો બતાવવામાં આવે છે, વાત એકદમ ખોટી પણ નથી, અમે નેગેટિવ સમાચારો નહીં પરંતુ વાસ્તવિક્તા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સારી વાતો તો અનેક માધ્યમો થકી તમારા સુધી પહોંચતી હશે પરંતુ ઘટનાનું જે બીજું પાસુ હોય છે તે પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અસલિયત અનેક વખત જે દર્શાવવામાં આવતું હોય છે તેનાથી વિપરીત પણ હોઈ શકે છે.

અભ્યાસ માટે જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી 

શિક્ષણનો મુદ્દો અમે અનેક વખત ઉઠાવ્યો છે. કારણ કે જો ભાવિનું ભવિષ્ય ખતરામાં હશે તો દેશનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત હશે? અમે અનેક વખત એવું પણ કહ્યું છે કે ગામડાના વિદ્યાર્થીઓમાં કંઈક કરી બતાવવાની, પોતાને સાબિત કરવાનો એક સ્પાર્ક તેમનામાં હોય છે. ભણવા માટે તેમને એટલો સંઘર્ષ કરવો પડતો હોય છે જે શહેરમાં વસતા લોકોને તેમજ વિદ્યાર્થીને કદાચ ખ્યાલ પણ નહીં આવે. ગામડાઓમાં અભ્યાસ કરી શકે તેવી શાળાઓ હોતી નથી. જેને કારણે અનેક કિલોમીટર દૂર તેમને ભણવા જવું પડતું હોય છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છકડામાં ઘેંટાની જેમ બાળકોને ભર્યા છે. રિક્ષાની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ હોવાને કારણે તેમના જીવ પર જોખમ તોડાતું રહે છે. આ વીડિયો છોટા ઉદેપુરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


જે વાહન મળે તેમાં બેસી શાળાએ પહોંચવું વિદ્યાર્થીનું છે લક્ષ્ય!

વીડિયો જોઈ આપણને મનમાં થતું હશે કે છડકાવાળાને કેટલી લાલચ છે કે તે આટલા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખે છે. પરંતુ આમાં પણ વાસ્તવિક્તા કંઈક અલગ હોઈ શકે છે. છકડાવાળાએ કદાચ વિદ્યાર્થીઓનું સારૂં પણ વિચાર્યું હોય. ગામડાઓમાં કલાકોમાં એક કદાચ બસ આવતી હોઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું ખૂબ જરૂરી છે. બસ નહીં તો જે વાહન મળે તેમાં બેસી જવું તે તેમના માટે મહત્વનું છે. 


આ વિદ્યાર્થીઓનો સંઘર્ષ કદાચ આપણે નહીં સમજી શકીએ... 

છકડામાં લટકીને જતા વિદ્યાર્થી માટે જીવ કરતા અભ્યાસ મહત્વનો છે.  શિક્ષા તે બાળકો માટે પ્રાથમિક્તા છે પરંતુ તેમની પ્રાથમિક્તા માટે બોલનારૂં કોઈ નથી. ભણવા માટે ગામડાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો સંઘર્ષ, તેમની પીડાને કદાચ આપણે નહીં સમજી શકીએ કારણ કે આપણને તે બધું ખૂબ આસાનીથી મળ્યું છે. આસાનીથી મળેલી વસ્તુની કિંમત કરતા કદાચ આપણે નથી શીખ્યા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.