આકરી ગરમી! IPS Hasmukh Patel તેમજ Harsh Sanghviએ કરી ટ્વિટ જે આપણને સાચી પણ લાગશે અને વિચારવા મજબૂર પણ કરશે કે...


  • Published By :
  • Published Date : 2024-05-25 15:51:23

સતત ગરમીનો અહેસાસ આપણે કરી રહ્યા છીએ હમણાં... 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું.. અનેક લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે.. હીટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો યથાશક્તિ બનતી સેવાઓ કરી રહ્યા છે. કોઈ છાશનું વિતરણ કરે છે તો કોઈ ઠંડા પાણીનું વિતરણ કરે છે.. આપણી પાસે તો ગરમીથી બચવા માટે વ્યવસ્થાઓ છે પરંતુ એ લોકોનું પણ વિચારવું જોઈએ જે આટલી ગરમીમાં કામ કરવા માટે બહાર રહે છે.. મહત્વનું છે વધતી ગરમીને લઈ અનેક નેતાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવી રહી છે.. મુખ્યમંત્રીએ પણ આને લઈ ટ્વિટ કરી હતી.. 

આપણી આસપાસ રહેતા લોકોનું આપણે વિચારીએ

અનેક લોકો પોતાની શક્તિ પ્રમાણે સમાજને મદદરૂપ થવા માટે આગળ આવ્યા છે. રસ્તા પરથી આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અનેક લોકો આપણને પાણી પીવડાવતા, છાશ પીવડાવતા દેખાયા છે.  અનેક લોકો તો સામે ચાલીને લોકોને પાણી પીવા માટે આગ્રહ કરતા હોય છે. નાના માણસો વિશે આપણે વિચારવું જોઈએ જે આખો દિવસ તડકામાં કામ કરતા હોય છે. આવી વાતને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. 

આઈપીએસ હસમુખ પટેલ તેમજ હર્ષ સંઘવીએ કરી ટ્વિટ

હર્ષ સંઘવીએ લખ્યું કે ચાલો સાથે મળી ખાતરી કરીએ કે આપડે આપણા ડિલિવરી એજન્ટો (કુરિયર, ટપાલી, કૂડ ડિલીવરી) સોસાયટી, ઓફિસના રક્ષકો, અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરતા લોકોને પાણી આપીએ.. ચાલો, રખડતા પશુ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખીએ જેમને ગરમીથી કોઈ આશરો નથી. તેમના માટે તમારા ઘરની બહાર પાણીનો બાઉલ રાખવો ઘણો ઉપયોગી થઈ શકે છે.. તે ઉપરાંત આઈપીએસ હસમુખ પટેલ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે.  વૃક્ષોને લઈ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ટ્વિટ કરી છે. 


પ્રકૃતિનું કરવું જોઈએ જતન! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે કરોડો વૃક્ષો વાવવા જોઈએ તો આટલી ભયંકર ગરમીથી થોડું રક્ષણ મળી શકે.. વૃક્ષો છે તો જીવન છે તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ પરંતુ પ્રકૃતિનું જતન કરવાનું જાણે આપણે ભૂલી ગયા છીએ. કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે પરંતુ વળતરમાં આપણે ઘણું બધું છીનવી લીધું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! જ્યારે મોકો મળે ત્યારે વૃક્ષારોપણ કરવું જોઈએ કારણ કદાચ વધતી ગરમી પાછળ કપાતા વૃક્ષો પણ કારણ હોઈ શકે છે..  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.