'લપ્પુ સા સચિન હૈં' કહેવું મહિલાને પડ્યું ભારે! સીમાએ આ નિવેદન આપનાર પાડોસની મહિલાને મોકલાવી માનહાનીની નોટીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:50:25

પાકિસ્તાનથી પ્રેમી સાથે રહેવા માટે જ્યારથી સીમા હૈદર ભારત આવી છે તેને લઇ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. સીમા હૈદર બાદ તો અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં સરહદને વટાવી પોતાના પ્રેમીને મળવા પ્રેમીઓ જતા હોય છે. સચિનને લઈ થોડા દિવસ પહેલા એક બહેનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હૈં. આ બહેન તો તમને યાદ હશે ત્યારે હવે આ બેન પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. અને આ કેસ સીમા દ્વારા કરવામાં આવ્યો છે.  


સચિનને લઈ મહિલાએ આપેલા નિવેદનને લઈ સીમાએ કરી ફરિયાદ

સીમા હૈદરને લઈ આવતા સમાચારો પર અનેક લોકોનું ધ્યાન જતું હોય છે. તેમની પ્રેમ કહાની વિશે લગભગ જ કોઈ એવું હશે જે નહીં જાણતું હોય. ત્યારે સચિનને લઈ એક મહિલાએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હે. ત્યારે આ વાક્ય બોલનાર મહિલા પર સીમા હૈદરે માનહાનિનો કેસ કર્યો છે. આવું બોલનાર મહિલા જે તેમના પડોસમાં રહે છે તેવા મિથિલેશ ભાટી સામે સીમા હૈદરે માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે.



પાડોસમાં રહેતા મિથિલેશ ભાટીને આપવામાં આવી માનહાનીની નોટિસ 

સીમા હૈદરના વકીલ એપી સિંહ અને ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન મીનાના ઘરની પડોશમાં રહેતા ભાભી મિથિલેશ ભાટી સામસામે આવી ગયા હતા. આ દરમિયાન, એપી સિંહ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું હતુ કે તેણે મિથિલેશ ભાટી વિરુદ્ધ માનહાનિની નોટિસ મોકલી છે.તો બીજી તરફ મિથિલેશ ભાટીએ સ્પષ્ટતા કરી કે, '''મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો અને મારા મોઢામાંથી એ શબ્દો નીકળી ગયા. આપણી બોલચાલની વાણીમાં આવી ભાષાનો સામાન્ય રીતે ઉપયોગ થતો આવ્યો છે.


મહિલાના નિવદેન પર બન્યું ગીત!

આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે આ ડાયલોગ પર ગીત બનાવવામાં આવ્યું પ્રખ્યાત સંગીતકાર યશરાજ મુખાતેએ ‘લપ્પુ સચિન’ નામનું ગીત કમ્પોઝ કર્યું છે. તેણે પોતે ગિટાર વગાડતા ગીત ગાયું છે અને તેની વચ્ચે સચિનના પાડોશીનો ડાયલોગ પણ નાખ્યો છે અને પછી સીમા હૈદરે પાડોશી ભાભી સામે માનહાનીના કેસનું વિચાર્યું જોકે હવે સોશ્યલ મીડિયા પર આ એટલુ ટેન્ડ થઈ રહ્યું છે કે તેને રોકવું મુશ્કિલ છે! આ ડાયલોગ પર વિવિધ પ્રકારના મિમ્સ બની રહ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે