Mansukh Vasavaનાં ગંભીર આક્ષેપો! Chaitar Vasavaનાં નામ પર AAPનાં નેતા પૈસા ઉઘરાવે છે?


  • Published By :
  • Published Date : 2024-03-23 16:52:50

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય દિવસો દરમિયાન પણ ચર્ચામાં રહેતી હોય છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાને કારણે તેમની ચર્ચા થતી રહેતી હોય છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અત્યારે સમાચારોની હેડલાઇનમાં અને સતત ચર્ચામાં છે અને હવે ગુજરાત આમ આદમીના નેતા ડરાવી ધમકાવીને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે તેવા આક્ષેપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. 

મનસુખ વસાવાના આક્ષેપ

ભાજપે ભરૂચ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. એવું લાગતું હતું કે ભાજપ આ વખતે તેમનું પત્તું કાપી શકે છે. પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. મનસુખ વસાવા આક્ષેપ લગાવે તો ચૈતર વસાવા પણ સામે પ્રતિક્રિયા આપે. ત્યારે આજે સવારે 9.44એ 3 ટ્વીટ કરી. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું હતું કે "ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રીનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે." 


અધિકારીઓ પાસેથી માંગવામાં આવે છે નાણાં!

ત્યાર બાદ નીચે બીજી પોસ્ટમાં કહ્યું "આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની - રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે" ત્રીજી પોસ્ટમાં કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું. એટલે સીધી રીતે મનસુખ વસાવા એવું કહેવા માંગે છે કે આપના નેતાઓ ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. 

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે જમાવટની ટીમે મનસુખ વસાવાને ફોન પણ કર્યો હતો પણ તેમણે ફોન ન ઉપાડયો. ત્યારે આ ઘટના પર મનસુખ વસાવા મીડિયા સમક્ષ કંઈ ખુલાસો કરે ત્યારે જ સ્પષ્ટ થાય. મહત્વનું છે કે મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.