Varanasiમાં ગંભીર રોડ અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 14:54:37

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત એક્સિડન્ટને કારણે થયા છે. અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વારાણસીના ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિરાંવ પાસે કાર અને ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર અનિયંત્રિત થઈ ગઈ અને ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે મૃતકો પીલીભીતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટના વહેલી સવારે બની છે અને આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. 

વારાણસીમાં ભીષણ અકસ્માત, અનિયંત્રિત કાર ટ્રક સાથે અથડાતા આઠ લોકોના  ઘટનાસ્થળે મોત - Fatal accident in Varanasi, eight people died on the spot  after an uncontrolled car collided with a truck

રોડ અકસ્માતમાં થયા 8 લોકોના મોત

વારાણસીમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. બંને વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને લઈ મળતી માહિતી અનુસાર તમામ લોકો કાશી ગયા બાદ બનારસથી જૌનપુર જઈ રહ્યા હતા. તે વખતે તેઓ કાળનો કોળિયો બન્યા છે. વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ એક ઝડપી એર્ટીગા કાર એક ટ્રક સાથે ટક્કર થઈ હતી. તમે વિચારી શકો છો કે ટક્કર કેટલી ભીષણ હશે કે 8 લોકોના મોત થઈ ગયા છે. 


યોગી આદિત્યનાથે શોક કર્યો વ્યક્ત

ઉત્તરપ્રદેશમાં સર્જાયેલા અકસ્માતને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે. જે લોકોના મોત થયા છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલો જલ્દી સાજા તેવી પ્રાર્થના કરવામાં આવી છે. 

વારાણસીમાં ભીષણ અકસ્માત: 8ના મોત ફકત એક બાળક જ બચ્યું - Sanj Samachar

અકસ્માતમાં અનેક પરિવારોએ ગુમાવ્યા છે સ્વજન 

અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં માત્ર એક જ બાળકીનો જીવ બચ્યો છે. ગમખ્વાર અકસ્માતને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે