સુરતના સચિનમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા, કોર્ટે કહ્યું રેરેસ્ટ ઓફ રેર કેસ


  • Published By :
  • Published Date : 2023-08-02 14:36:50

સુરતના સચિન સ્થિત કપ્લેથા વિસ્તારમાં માત્ર બે વર્ષની બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ ફાંસીની સજા ફટકારી છે. તે ઉપરાંત 1 હજાર દંડ તથા પીડીતાના પરિવારને 10 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. સરકાર પક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને દોષિત ઈસ્માઈલ હજાતને ફાસીની સજાની સજાની માગ કરી હતી.


આ કલમ હેઠળ સજા


પોલીસે આ આરોપી યુસુફ ઈસ્માઈલને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટુક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ન્યાયીક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડીશનલ સેસન્સ જજ શકુંતલા સોલંકીની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આજે આરોપીને આઈપીસી કલમ 302,363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી,377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી.


શું હતો સમગ્ર મામલો?


સુરતના સચિન સ્થિત કપ્લેથા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ હત્યા કરી હતી.  એટલું જ નહી બાળકીના પેટના ભગે બચકા ભરી ઈજા પણ પહોચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં 27 ફેબ્રુઆરે  યુસુફ ઈસ્માઈલ નામના શખ્સે  2 વર્ષની બાળકી પર  દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ બાદ  ટ્રાયલ શરૂ થઇ હતી. માત્ર પાંચ મહિનામાં જ દોષિતને ફાંસી સજા આપવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે