ઈમરાન ખાનને તમામ કેસમાં મળ્યા જામીન, શાહબાઝ સરકાર દેશમાં ઈમરજન્સી લાદવાની ફિરાકમાં


  • Published By :
  • Published Date : 2023-05-12 17:42:35

પાકિસ્તાનના પૂર્વ PM અને PTIના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તમામ કેસમાં ઈમરાન ખાનના જામીન મંજુર કર્યા છે. ઈમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે કડક સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) પહોંચ્યા હતા. જ્યાં તેમની જામીન અરજીની સુનાવણી થઈ હતી.અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ખાનને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. 


સરકાર લગાવી શકે ઈમર્જન્સી


ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાથી ચિંતિત શાહબાઝ શરીફની સરકાર દેશમાં ઈમર્જન્સી લગાવી શકે છે.પાકિસ્તાનની કેબિનેટએ દેશમાં ઈમર્જન્સી સગાવવાની ભલામણ કરી છે.પીએમ શાહબાઝ શરીફે આ મામલે કેબિનેટની બેઠક બોલાવી છે. આ અંગે દેશના પીએમ શાહબાઝ શરીફ જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમની વિરુદ્ધ 10 કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયેલા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે