વૈષ્ણોદેવી પછી શિરડી પહોંચ્યા શાહરૂખ ખાન, દીકરી સુહાના ખાન સાથે સાંઈ બાબાના કર્યા દર્શન


  • Published By :
  • Published Date : 2023-12-14 20:01:39

બોલિવૂડના કિંગ ખાન ટૂંક સમયમાં ફરીથી મોટા પડદા પર જોવા મળવાના છે. વર્ષ 2023માં આવેલી 'પઠાણ' અને 'જવાન' સુપરહિટ થયા બાદ શાહરૂખ ખાન હવે રાજકુમારી હિરાનીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા શાહરૂખ ખાન તેને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મના જોરદાર પ્રમોશનની સાથે શાહરૂખ ભગવાનના આશિર્વાદ પણ લઈ રહ્યા છે. હવે  'ડંકી'ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા શાહરૂખ ખાન ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા શાહરૂખ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા અને હવે તે દીકરી સુહાના ખાન સાથે શિરડી પહોંચ્યા છે.


સેંકડો ચાહકો ઉમટ્યા


વૈષ્ણોદેવી પછી શેરડી પહોંચેલા શાહરૂખ ખાનને જોવા માટે સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. આટલું જ નહીં, ફેન્સની ભીડ જોઈને શાહરૂખ ખાન પણ ઉત્સાહિત જોવા મળ્યો હતો. તેણે ચાહકોનું હાથ હલાવીને પ્રેમભર્યું અભિવાદન કર્યું હતું. ચાહકોની હૂટિંગ સાંભળતા જ તે પાછો ફર્યો હતો અને બધા તરફ બંને હાથ ઉંચા કર્યા અને પછી ફ્લાઈંગ કિસ પણ આપી હતી.


કેવો હતો શાહરૂખ ખાનનો લુક?


શાહરૂખ ખાનના વાયરલ થયેલા વીડિયોમાં તે સફેદ ટી-શર્ટ, બ્લેક ઝિપર હૂડી અને બ્લ્યુ ડેનિમ સાથે બ્લેક કેપ પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનની સ્ટાઈલ હંમેશાની જેમ ખૂબ જ કુલ લાગે છે. શાહરૂખ ખાનની લાડકી દીકરીએ સી ગ્રીન કલરનો સૂટ પહેર્યો છે.



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....