સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શૈલેષ ઠાકરણની વરણી કરાઈ


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-10 20:01:12

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 

છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા  શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે. 

આ તકે શૈલેષભાઈએ જણાવ્યું કે, ભૂતપૂર્વ પ્રમુખ પીનાકીન ભાઈ રાવલની મુદ્દત પૂર્ણ થતા આજે સર્વાનુમતે મારી વરણી કરાઈ ત્યારે સમાજનું હું ખુબ આભારી છું. તમામ પ્રમુખોને સાથે લઈને અમે ચાલીશું અને પીનાકીનભાઈએ જે મજબુત પાયો નાંખ્યો તેને આગળ ધપાવવાનું કામ કરીશું. સમાજના ઉત્થાનનું સતત કામ કરતા રહીશું. 

સંસ્થાના હાલના પ્રમુખ પિનાકીનભાઇ રાવલની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, મણીનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, એશીયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કમલેશભાઈ ઉપાધ્યાય, મહામંત્રી અનિલભાઈ શુકલ, મહિલા પ્રમુખ ધારીણીબેન શુકલ, મહિલા ઉપપ્રમુખ રીનાબેન પંડ્યા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવાંગભાઈ દવે, બ્રહ્મ સમાજના યુવા આગેવાન જીગ્નેશભાઈ જોશી,  આઇ.ટી સેલના ઇન્ચાર્જ પલકભાઈ ભટ્ટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ પદાધિકારીઓ, હોદ્દેદારો સહિત ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.