આવતી કાલથી શાકંભરી નવરાત્રીનો થશે પ્રારંભ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-02 08:08:56

વર્ષ દરમિયાન ચાર નવરાત્રીઓ આવે છે. જેમાંથી બે નવરાત્રી પ્રસિદ્ધ છે જ્યારે બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી ગણવામાં આવે છે. દર ત્રણ મહિને નવરાત્રી આવે છે. આસો નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રી અને અષાઢ મહિનામાં નવરાત્રી આવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન મા આદ્યશક્તિની ઉપાસના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. 

મુખ્યત્વે દરેક નવરાત્રીનો પ્રારંભ એકમથી થઈ જતો હોય છે. પરંતુ પોષ મહિનામાં આવતી નવરાત્રીનો પ્રારંભ આઠમથી થાય છે. આ નવરાત્રી પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી ચાલે છે. આ નવરાત્રી દરમિયાન પણ માતાજીના વિવિધ સ્વરૂપોની આરોધના કરવામાં આવે છે. આ નવરાત્રીને શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. 


Shakmbhari-Devi_edited – Shakambhari Mata


કેવી રીતે થઈ માતા શાકંભરીની ઉત્પતિ

શાકંભરી માતાના ઉત્પત્તિને લઈ હિંદુ ગ્રંથોમાં અલગ-અલગ પ્રમાણો મળે છે. માર્કણ્ડેય પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે પ્રસન્ન થઈ દેવતાઓને માતાજીએ આશીર્વાદ આપ્યા હતા કે ભવિષ્યમાં એકવાર ભારે અનાવૃષ્ટિ સર્જાશે, દુકાળનો સામનો કરવો પડશે. ઋષિ-મુનીઓની પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈશ અને અયોનિજા સ્વરૂપે પ્રગટ થઈશ અને મારા અંગોમાંથી અનેક પ્રકારના શાકભાજી ઉત્પન્ન થશે.

શાકંભરી માતાનો બીજો ઉલ્લેખ શિવ પુરાણમાં મળી આવે છે. તે મુજબ દુર્ગા દેવીને શતાક્ષી રૂપે બતાવામાં આવ્યા છે. દુર્ગ નામના રાક્ષસે ત્રણેય લોક પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. જેને કારણે લોકો યજ્ઞ કાર્ય કરી શક્તા ન હતા. જેને કારણે દેવતાઓની શક્તિ ઓછી થઈ ગઈ હતી. વરસાદ પણ ન વરસ્યો હતો જેને કારણે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભક્તોને દુખી હાલતમાં જોઈ માતાજી 100 આંખોથી રડી પડ્યા જેને કારણે પૃથ્વી પર પાણીનું આગમન થયું ઉપરાંત શાકભાજી તેમજ ફળફળાદીની પણ વર્ષા થઈ. સો આંખો હોવાને કારણે તેઓ શતાક્ષી તરીકે ઓળખાયા.

शाकम्भरी - विकिपीडिया


કેવું છે માતાજીનું સ્વરૂપ 

શાકમ્ભરી નીલવર્ણા નીલોત્પલવિલોચના| 

ગમ્ભીરનાભિસ્ત્રવલીવભૂષિતતનૂદરી||

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા શાકંભરી કમળમાં નિવાસ કરે છે. તેમનો વર્ણ નીલવર્ણ સમાન છે. વિશાળ શતનેત્રોને કારણે તેઓ નીલવર્ણના લાગે છે. ત્રિવલીથી શોભતું તેમનું ઉદર નાજૂક છે. અનેક પ્રકારની શાકભાજી તેમજ ફળફળાદીથી તેઓ ઘેરાયેલા છે. 


કયાં મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતાજી થશે પ્રસન્ન 

આ ઋતુ દરમિયાન લગભગ દરેક શાકભાજી ઉપલબ્ધ હોય છે. દરેક પ્રકારના ફૂટ પણ જોવા મળે છે. આ નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવી જોઈએ. ઉપરાંત પૂનમના દિવસે માતાજી સમક્ષ વિવિધ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ નવરાત્રીમાં સાચા મનથી માની ભક્તિ કરે છે તે ઘર પર માતા સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. ભક્તના ઘરમાં ધન ધાન્યની અછત નથી સર્જાતી. નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જો તે શક્ય નથી તો શાકંભરી માતાના આ મંત્રનો જાપ કરવો જોઈએ. 

શાકમ્ભરી સ્તુવન્ ધ્યાયંજપન્ સમ્પૂજયન્નમન્| 

અક્ષય્યમષ્નુતે શીઘ્રમન્નપાનામૃતં ફલમ્||     



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.