Shaktipeeth Ambaji : મોહનથાળમાં નકલી ઘી વપરાતા હોવાનું સામે આવતા લેવાયો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 15:25:43

અંબાજી મોહનથાળનો વિવાદ ફરી એક વખત વકર્યો છે. થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થવાને કારણે હોબાળો થયો હતો. ભાદરવી પૂનમનો લોકમેળા પહેલા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ આ રિપોર્ટનું રિઝલ્ટ આવ્યું છે. જેમાં મોહનથાળ મતલબ કે ફૂડ સેમ્પલ ફેલ થયો છે. ભેળસેળ યુક્ત ઘી વાપરવામાં આવ્યું છે તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મોહનથાળ બનાવતી વખતે નકલી ઘી વાપરવામાં આવ્યું હોવાનું સામે આવતા ભક્તોમાં રોષ ભરાયા છે. આ સમાચાર આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા આ બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. 

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો  પ્રસાદ મળશે, ambaji-temple-management-committee-decided-to-stop-mohanthal -prasad-in-ambaji-temple


ભાદરવી પૂનમના મેળામાં લીધો હતો લાખો ભક્તોએ પ્રસાદનો લાભ

ભાદરવી પૂનમનો મેળો થોડા સમય પહેલા પૂર્ણ થયો છે. લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ આરોગ્ય છે. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે મોહનથાળમાં વપરાતું ઘી નકલી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. 

Government announces continuation of Prasad of both Mohanthal and Chiki,  feeling of joy among devotees, leaders receive Divya Bhaskar thanks |  સરકારે મોહનથાળ અને ચીકી બંનેનો પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત ...

મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ્દ 

આ સમાચાર સામે આવ્યા બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.  આ વિવાદ વધે તે પહેલા જ એક નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કવરામાં આવ્યો નથી. હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર હસ્તક લઈ લેવામાં આવ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે