શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 71.5 ફૂટ ઊંચે લઈ જવાશે


  • Published By :
  • Published Date : 2023-03-08 13:51:11

ઉત્તર ગુજરાતમાં આવેલ પવિત્ર શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. યાત્રાધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીને મંદિરને 71.5 ફૂટ ઊંચા શિખર સાથે નવેસરથી ઉભું કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના મંદિરની સરખામણીએ નવું મંદિર એટલું ભવ્ય નહોતું  દેખાતું  તેથી માઈ ભક્તોમાં પણ ભારે અસંતોષ હતો વળી મંદિરનું નિર્માણ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ન હોવાથી તેના જીર્ણોધ્ધારની માગ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. રાજ્ય સરકારે આ જાહેરાત કરતાં માઇભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 


રાજ્ય સરકારે કરી જાહેરાત


રાજ્ય સરકારના બે મંત્રીઓ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને યાત્રાધામ વિકાસ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરના નવનિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું કે લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા મા બહુચરના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રાજ્ય સરકારે રૂ.20 કરોડ ફાળવ્યા છે. 


મંદિર કેવું બનશે?


રાજ્ય સરકારે બહુચરાજી મંદિરના જીર્ણોધ્ધાર માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તે મુજબ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. જે મુજબ આગામી 25 વર્ષને ધ્યાને લઇ ત્રણ તબક્કામાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જેના પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઊંચાઈ 71.5 ફૂટની કરવાનું કામ હાથ ધરાશે. જેના માટે રૂ.20 કરોડ ફાળવાયા છે. આ સાથે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા શિખરની ઊંચાઇના વિવાદનો અંત આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે