આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ, અંબાજીમાં 5 દિવસ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2023-02-12 15:16:00

રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે આયોજીત ભવ્ય કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે. ઉદ્યોગ મંત્રી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રજ્જવલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો


અંબાજીમાં આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.


ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ


આ પરિક્રમા મહોત્સવમાં રોજ સાંજે સાત વાગ્યે ગબ્બર ટોચ પર આરતી પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી થશે, અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવશે. સાંજે 7-30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા.12 મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા.13 ફેબ્રુઆરીના રોજ કીર્તીદાન ગઢવી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે તા.14 મીએ પાર્થિવ ગોહિલ, તા.15મીએ સાંઇરામ દવે અને તા.16 મીએ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. તે ઉપરાંત લેસર શો સહિત દિવ્ય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  


યાત્રાળુઓની સુવિધા માટે ખાસ 2500 બસ


યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માટે રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે અંબાજીની યાત્રાના ભાડામાં 50 ટકાની રાહત આપવામાં આવશે. યાત્રાળુઓને અંબાજી આવવામાં કોઈ તકલીફ ના થાય તે માટે પરિવહન નિગમ એસ.ટી તંત્ર દ્વારા 2500 જેટલી એસ.ટી. બસો મુકવામાં આવી છે. આ યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઇ છે. આ યાત્રા માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવાસનો લાભ મળશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે