શક્તિસિંહ ગોહિલે કહ્યું, 'રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાજપની પોલિટિકલ ઇવેન્ટ', અલ્પેશ ઠાકોરની કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2024-01-11 23:06:05

રામ મંદિરને લઈને રાજકારણ ગરમાયુ છે. રામ મંદિરના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવના આમંત્રણને લઈને ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને ભાજપની ઈવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)  આજે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ કરે છે. તેનો હિસ્સો ના થઈ શકાય. તેમણે કહ્યું કે અમે પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું. સાથે સાથે જ શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે ભાજપ ઇવેન્ટ કરી રહી છે અને આ ઇવેન્ટના ભાગીદાર અમે બનવા નથી માંગતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી આવી રહી છે એટલે રામને વટાવે છે. આ પ્રસંગે તેમણે ભાજપના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ ઝાટકણી કાઢી હતી.


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?


શક્તિસિંહ ગોહિલે આજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કોઈપણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્ર મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજનો હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એવું કહેતા હોય કે જે મંદિરનું કામ હજુ પૂર્ણ નથી થયું તેની પ્રતિષ્ઠા ન કરી શકાય. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દોએ શંકરાચાર્યજી મહારાજના જ છે. જ્યારે શંકરાચાર્યજી મહારાજ આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રામના નામે મત લેવા માટે પોલિટિકલ ઈવેન્ટ કરે છે.


અલ્પેશ ઠાકોરના પર બગડ્યા શક્તિસિંહ 


ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાવણની વિચાર ધારા રાખે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે અલ્પેશ ઠાકોર પહેલા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે કેવા પ્રહારો કરતા હતા તે જોઈ લો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે