'શરમ કરો...' શહીદ કેપ્ટનની વિલાપ કરતી માતા સાથે ફોટો પડાવતા મંત્રી પર વિપક્ષ લાલઘુમ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-24 19:49:01

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાનો પરિવાર શોકમાં ગરકાવ છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે વિપક્ષના નેતાઓ યુપીના કેબિનેટ મંત્રીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.



ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય આગ્રામાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. મંત્રીએ રાજ્ય સરકારના વડા યોગી આદિત્યનાથ વતી શહીદના માતા-પિતાને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. શહીદની વૃદ્ધ માતાને તેમના ઘરના દરવાજે મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેઓ ઉદાસ વાતાવરણમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન મંત્રીની સાથે ફોટોગ્રાફરો પણ પહોંચી ગયા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ભાંગી પડી હતી. તેમણે રડતા સ્વરે કહેવાનું શરૂ કર્યું કે આ તમાશો બંધ કરો, પુત્રની શહાદતથી ભાંગી પડેલી માતા લગભગ હોશ ગુમાવી ચૂકી હતી અને વારંવાર પુત્રને પાછો આપવાનું કહીં રહી હતી, આ સાંભળીને બધા નિ:શબ્દ બની ગયા હતા. જો કે આવી હ્રદયદ્રાવક પરિસ્થિતીમાં પણ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટ મંત્રી ફોટો પડાવવામાં વ્યસ્ત હતા.


રાજૌરીમાં શહીદ થયા હતા જવાનો


જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગત બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. સેનાને રાજૌરીમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં 2 આતંકીઓ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ગોળીબારમાં બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા. સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રૂપર્સ પણ જોડાયા હતા, પરંતુ આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. સેનાના જવાનો નજીક પહોંચતા જ આતંકીઓએ તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે