ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો તેમની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે. કોંગ્રેસે  પણ ચૂંટણી જીતવા માટે તેની તમામ સંગઠન શક્તિ કામે લગાડી દીધી છે. જો કે આ દરમિયાન શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે તેથી કોંગ્રેસ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે. 
કાલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સંબોધશે પત્રકાર પરિષદ
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના કૌંભાંડનો આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા આવતી કાલે મહત્વના ખુલાસા કરશે. અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સાથે જોવા મળશે અને પોતાનું વલણ સ્પષ્ટ કરશે. કોંગ્રેસ પણ સરકાર સામેની તેની આગામી રણનિતી જાહેર કરશે તેવું મનાય છે.
NDDBના ચેરમેન બનાવવા વાઘેલા અને મોઢવાડીયાએ લખ્યો હતો ભલામણ પત્ર
વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા માટે શંકરસિંહ વાઘેલા અને તે સમયના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરીને અને કૃષિમંત્રી શરદ પવારને ભલામણ પત્ર લખ્યા હતા. આ સમયગાળામાં જ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું હતું. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલ વિજય બરોટે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે.
                            
                            





.jpg)








