શંકરસિંહ વાઘેલાએ લખનઉમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત, કાંઈક નવાજુનીના એંધાણ


  • Published By :
  • Published Date : 2023-06-29 16:08:56

દેશના તમામ નાના-મોટા પક્ષો આગામી લોકસભાની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન અને સીટોની વહેંચણી માટે વિવિધ રાજ્યોના અગ્રણી નેતાઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સક્રિય થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય નિવૃતી માણી રહેલા શંકર સિંહ વાઘેલાએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રાજ્યના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજ્યના વર્તમાન ગવર્નર આનંદી બહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે અખિલેશ યાદવ સાથેની બાપુની આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના આ કદાવર ક્ષત્રીય નેતા આગામી દિવસોમાં શું નવાજુની કરે છે તેના પર સૌની નજર છે.


અખિલેશ યાદવ સાથે મિટિંગ અંગે શું કહ્યું?


પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. જો કે અખિવેશ યાદવ સાથેની તેમની મુલાકાતને બાપુએ એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. તેમની મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું અહીં શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો, જો કાંઈ રાજકીય બાબત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું હતું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી. આ મુલાકાત પછી તેમણે એક સોશિયલ મીડિયા પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા હોવાની વાત કહી છે. આ પૉસ્ટની સાથે જ બાપુએ પોતે રાજનીતિમાં સક્રિય થયા હોવાની જાણે પરોક્ષ જાહેરાત કરી છે.


આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત 


શંકરસિંહ વાઘેલાએ તેમના લખનઉ પ્રવાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. તે જ પ્રકારે બાપુએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાતના આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે જાણી શકાયું નથી. જો કે બાપુએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે