સોમવારે શેર માર્કેટમાં કડાકાની આશંકા, આ કારણો બજારને કરશે અસ્થિર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:09

ભારતીય શેર બજારમાં આવતી કાલે એટલે કે સોમવારે મોટા ઘટાડાની આશંકા જોવા મળી રહી છે. લાંબી તેજી બાદ માર્કેટ થોડું ઘટે તેવું આંતરરાષ્ટ્રિય ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલમાં સંબોધન કરી આસમાને આંબતી મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજ દરોને વધારવા તથા વધુ કડક વલણ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેની અસર અમેરિકાના શેર બજાર પર શુક્રવારે જ જોવા મળી હતી. જેરોમ પોવેલના નિવેદન બાદ ડાઉ જોન્સમાં  1008.38 પોઈન્ટ (3.03%)નો કડાકો જોવા મળ્યો હતો. હવે આ ઘટાડાની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળે તેવી સંભાવના છે.


GDP અને વાહન વેચાણના આંકડા થશે જાહેર


આ સપ્તાહે  ભારતની GDPના આંકડા અને વાહન વેચાણના આંકડા  જાહેર થશે. બજારની નજર પણ આ બંને આંકડા પર રહેશે. તે સાથે જ બજારની નજર ક્રૂડ ઓઈલની કિંમત, ડોલર ઈન્ડેક્સ, પીએમઆઈના આંકડા પણ જાહેર થશે. ભારત સહિત વૈશ્વિક શેર બજારો પણ અમેરિકાના માર્કેટ પર બાજ નજર રાખશે. 


વિદેશી રોકાણકારો પર રહેશે નજર


નિષ્ણાતોના મતે વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ, રૂપિયા-ડોલરનો ઉતાર-ચઢાવથી પણ બજાર પર અસર થશે. ગત સપ્સાહે બીએસઈ સેન્સેક્સનો 30 શેરવાળો સેન્સેક્સ 812.28 પોઈન્ટ એટલે કે 1.36 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 199.55 પોઈન્ટ એટલે કે 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે