ગોંડલમાં ચોંકવનારી ઘટના, મંદિરમાં જઈ યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગળા પર ફેરવી છરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-13 14:19:21

એક તરફ ગોંડલમાં શ્રદ્ધાની સાથે તુલસીવિવાહનો ઉત્સવ ઉજવાય રહ્યો છે અને બીજુ બાજુ શ્રદ્ધાના નામે કોઈ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જેને નહીં સમજી શકનારા અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે અને એવા કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે... રાજકોટના ગોંડલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કમળપૂજાના નામે યુવાસે પોતાનો જીવ દેવાનો પ્રયાસ કર્યો છે. 


પોતાનું ગળું કાપીને કરી કમળપૂજા કરવાનો પ્રયાસ!

રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગોંડલની આસોપાલવ સોસાયટીમાં શેરી નંબર 1માં રહેતા 47 વર્ષિય ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો વ્યક્તિ સવારે અગિયાર વાગ્યા આસપાસ ચંદ્રમૌલેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો.



ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

ભોજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરમાં શિવજીની સામે ધર્મેન્દ્રસિંહે કમળપૂજાની કોશિશ કરતા લોહીનો રેલો ચાલવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા ભક્તોમાં દોડાદોડી થઈ ગઈ. ગંભીર હાલતમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે વધુ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રસિંહ ઝાલા શિવજીના ભક્ત છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે ભાઈઓમાં પોતે મોટા છે. મુંબઈમાં કોન્ટ્રાક્ટ રાખીને કામ કરે છે. બે મહિનાથી તે રજા પર ગોંડલ આવ્યા છે. હાલ તો તેણે આવુ શા માટે કર્યું તે બોલી શકતા નથી. ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 


શું કહે છે વિજ્ઞાન જાથાના ચેરમેન?

ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો આવ્યો છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. હતાશામાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોંડલ જઇ વિજ્ઞાન જાથા આ કેસમાં તપાસ કરશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી માંગવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?