ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનો ચોંકાવનારો રિપોર્ટ! વધતા અકસ્માત પાછળ આ જવાબદાર? જાણો વર્ષ 2022માં કેટલા લોકોએ અકસ્માતને કારણે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-08 09:42:46

રોડ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સભ્યોને ગુમાવ્યા હશે. વધતા રોડ અકસ્માતનું કારણ છે ઓવર સ્પીડ. યુવાનો રસ્તા પર સ્ટંટ કરવા તેમજ કલર કરવા ઘણી વખત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય. જેને એ લોકો તો પોતાના જીવન જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવનને પણ જોખમ તેમના કારણે તોળાતું હોય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ વર્ષ 2022માં 7618 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ આપવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે અકસ્માત ઓવરસ્પીડને કારણે થાય છે અને મૃત્યુ પામનારા લોકો 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેના હોય છે. 


અકસ્માતને કારણે 2022માં આટલા લોકોએ ગુમાવ્યા જીવ!

આ જગ્યાએ આજે અકસ્માત થયો, પેલી જગ્યાએ થયેલા અકસ્માતમાં આટલા લોકોના મોત થયા તેવા સમાચારો આપણે વાંચતા હોઈએ છીએ. દિવસ દરમિયાન અનેક અકસ્માતો થતાં હશે અને અનેક લોકો પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવતા હશે. ત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 15 હજાર જેટલા અકસ્માતો થયા અને તેમાં મૃત્યુ પામનાર લોકો મુખ્યત્વે યુવાનો હતા. આ રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ બતાવવામાં આવ્યા છે. ઓવર સ્પીડિંગને કારણે સૌથી વધારે અકસ્માત સર્જાય છે તે સિવાય નવા વાહનોથી પણ સર્જાતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. નવા વાહનો જલ્દીથી પીક પકડી લેતા હોય છે પરંતુ સ્પીડ પર કંટ્રોલ નથી રહેતો જેને કારણે વાહન અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. 


ઓવરસ્પીડિંગને કારણે મુખ્યત્વે સર્જાય છે અકસ્માત! 

જો બીજા તારણોની વાત કરીએ તો સૌથી વધારે અકસ્માત ટુ વ્હીલર્સના થાય છે. મુખ્યત્વે જીવ ગુમાવનારાઓની સંખ્યા ડ્રાઈવરોની હોય છે. તે સિવાય મૃત્યુ પામનારાઓની સંખ્યા પુરૂષની વધારે છે સ્ત્રીઓ કરતા. ઘણી વખત રાહદારીઓ વાહનચાલકોની ભૂલનો સજા ભોગવતા હોય છે. રાહદારીઓ અડફેટે આવે છે અને જીવ ગુમાવે  છે. એવું પણ તારણ સામે આવ્યું છે જેમાં સાંજના સમયે તેમજ વેકેશનના સમયે એક્સિડન્ટ વધારે થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોના અકસ્માત થયા છે તેમાંથી 2470 જેટલા વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે અને વાહન ચલાવતી વખતે જરૂરી પણ છે. પરંતુ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા અને અકસ્માતનો ભોગ બને છે. યુવાનોએ અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવ્યા છે.



વાહન ચલાવતી વખતે કરવું જોઈએ નિયમોનું પાલન!

એક્સિડન્ટ સ્પોર્ટની વાત કરીએ તો અમદાવાદમાં 44 જેટલા બ્લેકસ્પોટ આવ્યા છે. તે સિવાય ગાંધીનગરમાં 11 જેટલા બ્લેકસ્પોટ છે. વડોદરામાં 22, પંચમહાલમાં 40 જેટલા, રાજકોટમાં તેમજ સુરતમાં 18 જેટલા, મોરબી તેમજ ખેડામાં 7 જેટલા, વલસાડમાં 24 જેટલા સ્પોટ આવ્યા છે. ત્યારે તમારા ઓવરસ્પીડની મજા બીજા લોકો માટે તેમજ તમારા પરિવાર માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. અને વાહનચલાવતી વખતે કાયદાઓનું પાલન કરવું જોઈએ.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.