સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાનો વિવાદ વકર્યો, SPGના પ્રમુખ લાલજી પટેલે કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-12-25 19:03:03

સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. નકલી ટોલનાકા કાંડમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીભાઈનું નામ આવતા રાજીનામાની માગ બુલંદ બની છે. આ મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે. તો બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવું નિવેદન આપ્યું છે.


મનોજ પનારાએ આપી ચીમકી


રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં સમાજની બદનામી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સિદસર સ્થિત ઉમિયાધામની બેઠક કે જે 6 જાન્યુઆરીના રોજ મળવાની છે. જેમાં પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામુ આપે તેવી ચર્ચા ચાલી રહી છે. જેને ધ્યાને લઈને આજની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર હાલ પુરતી રોક મુકવામાં આવી છે. જો તે રાજીનામુ નહીં આપે તો સૌરાષ્ટ્રના 22 તાલુકામાં બેઠક યોજાશે. સાથે જ જેરામ પટેલના રાજીનામાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવશે. રાજીનામુ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેરામ પટેલના   કાર્યકાળના 13 વર્ષનો હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે. બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે જેરામ પટેલના પુત્ર ટોલનાકા કૌભાંડમાં સંડોવાયેલો છે તેમાં પિતાનો શું વાંક ? તેમને સમાજે સજા ન કરવી જોઇએ.


SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન 


જેરામ પટેલના રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે, બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવો સવાલ ઉઠાવી ગણતરીના લોકોનો વિરોધ ચાલી ન શકે તેવું નિવેદન કર્યું હતું, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે