24 દિવસથી ખેડૂતો સરકારને આપી રહ્યા છે લડત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:45:01

ગુજરાતમાં પ્રતિદિન આંદોલનો વધી રહ્યા છે. શિક્ષકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારી પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. ત્યારે જગતનો તાત પણ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલનો કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 24 દિવસ જેટલો સમય વિત્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર બનાવા બેઠક યોજાશે. જેમાં જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આંદોલનકારીઓમાં ખેડૂતોનો પણ સમાવેશ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જગતનો તાત પણ આ આંદોલનમાં જોડાયા છે. પોતાના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા તેઓ 24 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી, 72 કલાકમાં વીજ સમસ્યા નહીં ઉકેલાય  તો ઉગ્ર આંદોલનની ચીમકી | Tractor rally of farmers fed up with electricity  business, police detained ...

અનેક નેતાઓના ઘર આગળ ખેડૂતોએ કર્યા ધરણા

ખેડૂતોએ અત્યાર સુધી કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીના ઘર આગળ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ તે બાદ પણ તેમની માગ ન સ્વીકારાતા ખેડૂતો રોષે ભરાયા છે. તેમના આંદોલનને વેગ આપવા તેઓએ બેઠક કરવાના છે. આંદોલનને ઉગ્ર બનાવા તેઓ જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી શકે છે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.

Farmers Again In Aggressive Mood - ખેડૂતો ફરી આક્રમક મૂડમાં, ગાંધીનગરમાં  યોજાઇ બેઠક

શું સરકારને નથી ખેડૂતોની પડી? 

આટલા દિવસો સુધી આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વધુ પ્રયત્નશીલ છે. આજ દિન સુધી સરકારે ખેડૂતો સાથે ચર્ચા નથી કરી અથવા તો વાતચીત કરવાની તૈયારી પણ નથી બતાવી. તેનો અર્થ છે કે ખેડૂતો પ્રત્યેક સરકારને સહાનુભૂતિ જ નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે