સિંગર Alka Yagnikને અચાનક સંભળાતું બંધ થઈ ગયું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપવીતિ, બિમારીની જાણ થતા ફેન્સ તેમજ Youngstersને આપી આ સલાહ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-19 11:06:10

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અલકા યાજ્ઞિકના ગીતો સાંભળીને મોટા થયા હશે. અલકા યાજ્ઞિકને કોઈ ઓળખતું ના હોય તેવું રેર કેસમાં બનતું હશે. પોતાની ગાયકીથી તેમણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે ના માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ.. અલકા યાજ્ઞિક દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટની વાત કરવી છે...સોશિયલ મીડિયા પર તેમણે તેમના ફેન્સને જણાવ્યું કે તેઓ વાયરલ એટેકનો શિકાર થઈ ગયા છે જેને કારણે તેમને સંભળાવવાનું ઓછું થઈ ગયું છે. ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમને Sensorineural Nerve Hearing Loss નામની ગંભીર બિમારી છે. 

(फोटो साभार इंस्टाग्राम @therealalkayagnik)

શું લખ્યું અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી ઉતરી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી. ઘટના બાદ થોડા અઠવાડિયા પછી મેં હિંમત ભેગી કરી. હવે હું મારા બધા મિત્રો અને શુભચિંતકોની સામે મારું મૌન તોડવા માંગુ છું, જેઓ મને પૂછતા હતા કે હું આટલા લાંબા સમયથી કેમ ગુમ હતી? પછી ડોક્ટરે મને રેર Sensorineural Nerve Hearing Loss વિશે જણાવ્યું. તે ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી કે લોકો તેમને પોતાની દુઆમાં યાદ રાખે. સાથે સાથે તેમણે તેમના ફેન્સ અને youngsters જે મોટા અવાજમાં સંગીત સાંભળે છે તેમને પણ સલાહ આપી હતી.    

જો તમે પણ મોટા અવાજે સોન્ગ સાંભળો છો તો..!

અનેક લોકોને મોટા અવાજમાં સંગીત સાંભળવાની આદત હોય છે. જ્યારે પણ બહાર નીકળે છે અથવા તો જ્યારે પણ ટાઈમ હોય છે ત્યારે તે હેડ ફોન લગાવી મોટા અવાજમાં ગીતો સાંભળતા હોય છે. જે બિમારીના શિકાર અલકા યાજ્ઞિક બન્યા છે તેમાં તે નસને નુકસાન પહોંચે છે જે મગજ સાથે જોડાયેલી હોય છે. જ્યારે મોટા અવાજમાં ગીતો સંભળાય છે ત્યારે આ નસને અસર પહોંચતી હોય છે. 
શું હોઈ શકે છે આ બિમારી થવા પાછળનું કારણ?  

જે પીડાથી અલકા યાજ્ઞિક પીડાઈ રહ્યા છે તે બિમારી થવા પાછળના કારણોની વાત કરીએ તો તે ઉંમર વધવાને કારણે પણ થઈ શકે છે. કાન અથવા તો માથામાં લાગેલી કોઈ ઈજા.. લાંબા સમય સુધી મોટા અવાજના સંપર્કમાં રહેવું.. લાંબા સમય સુધી હેડ ફોનનો ઉપયોગ કરવો તે પણ આ રોગનું કારણ હોઈ શકે છે. 

Sensorineural Nerve Hearing Lossના લક્ષણોની વાત કરીએ તો સાંભળવામાં તકલીફ પડવી. જ્યારે બહુ લોકો બોલતા હોય તો વાત ના ખબર પડવી. કાનોમાં અલગ અલગ અવાજ સંભળાવવા વગેરે વગેર...   વરસાદની સિઝન હોય તો ગમવું કોને ના ગમે.. અનેક લોકો ફરવામાટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે..

લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી.

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે..

સી.આર.પાટીલ ડિસેમ્બર સુધી પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર રહેશે તેવી વાત સામે આવી છે. સી.આર.પાટીલને જ્યારથી કેન્દ્રમાં મંત્રીનું પદ મળ્યું ત્યારથી ભાજપ માટે એ પ્રશ્ન હતો કે ગુજરાતમાં અધ્યક્ષ હવે કોણ બનાવશે? જેનો જવાબ મળી ગયો છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.