Jamnagarમાં અંધશ્રદ્ધાના નામ પર બહેનને મારી નાખી, અંધશ્રદ્ધાના નામ પર ક્યાં સુધી લેવાતો રહેશે નિર્દોષ લોકોનો ભોગ?


  • Published By :
  • Published Date : 2023-10-19 17:26:46

આપણે ત્યાં નાની બાળકીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તો કુંવારી કન્યાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. શક્તિની આરાધના કરવામાં આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીને અપશુકનીયાળ માનીને તેની બલી ચઢાવી દેવામાં આવી છે. સગા ભાઈએ અને તેની બહેને પોતાની નાની બહેનને મોતને ઘાટ ઉતારી છે. 15 વર્ષની સગીરાની બલી અંધશ્રદ્ધાને કારણે ચઢાવવામાં આવી છે.

ભાઈ-બહેને ભેગા મળીને નાની બહેનને મારી નાખી!

એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ. ચંદ્ર પર પહોંચવાની વાતો કરીએ છીએ પરંતુ આપણા સમાજમાં હજી પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી લીટી હોય છે. શ્રદ્ધા રાખવી સારી છે પરંતુ જ્યારે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે ત્યારે તે કોઈનો ભોગ લઈ લેતી હોય છે. જામનગરથી જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. જામનગરના ધ્રોલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની જ બહેનનો ભોગ લીધો. જ્યારે પરિવારને તાંત્રિકે કહ્યું કે આ દીકરી અપશુકનિયાળ છે. જો પ્રગતિ કરવી હશે તો તેની બલી ચઢાવી પડશે. આ સાંભળ્યા બાદ ભાઈએ અને બહેને 15 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી છે. નાની બહેન માટે તેના જ ભાઈ બહેન રાક્ષસ બની ગયા. નાની બહેનને નિર્વસ્ત્ર કરી અને તેને લાકડાના ઘા માર્યા હતા.

 

પોલીસે આ મામલે કરી ત્વરીત કાર્યવાહી

15 વર્ષની સગીરા બૂમો પાડી રહી હતી પરંતુ તેનો અવાજ સાંભળવામાં આવ્યો નહીં. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ભાઈ-બહેન અહીંયા પણ રોકાયા નહીં. દીકરીને બહાર લઈ આવ્યા અને તેનું માથું દીવાલ સાથે ભટકાવી દીધું. સગીરાનું મોત થઈ ગયું હતું, ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા ભાઈ રાકેશની ધરપકડ કરી લીધી છે. બહેન સગીરા હોવાને કારણે પોલીસે તે રીતે કાયદાકીય પગલા લીધા છે. 

સાસુએ તાંત્રિક વિધિ કરાવ્યા પછી પતિએ વાળ પકડીને દિવાલમાં પછાડી, કાઢી મૂકી:  પરિણીતાએ નોંધાવી ફરિયાદ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર  ...

અંધશ્રદ્ધા ફેલાવતા તાંત્રિકો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અંધશ્રદ્ધાના નામે અનેક લોકોના ભોગ લેવાયા છે. અનેક એવી ઘટનાઓ આપણી સામે છે જેમાં નિર્દોષ લોકોની બલી ચઢાવવામાં આવી હોય. મહત્વનું છે કે જે લોકો અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જેમના કહેવાથી અંધશ્રદ્ધાના નામે લોકોના જીવ જઈ રહ્યા છે. એ તાંત્રિકો, એ બાબાઓ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે?

સ્મશાનમાં વિધિ કરીશ, તારું આખું ખાનદાન સાફ થઈ જશે.. તાંત્રિકે રૂપિયા  ખંખેર્યા | 1 13 lakh has been lost due to falling into the trap of Tantrik


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે