સ્મૃતિ ઈરાની ભાજપના હેલો શક્તિ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:25:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.  પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાજપ દ્વારા આયોજિત હેલો શક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સ્મૃતિ ઈરાની ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર ફોન પર મિસ-કોલ કર્યા બાદ ભાજપની મહિલા કાર્યકરો સાથે ભાજપના નેતા સંવાદ કરશે. 

Only Thing Wrong With Smriti Irani's Appointment To Minority Affairs Is  That There Is Such A Ministry At All

અનેક નેતાઓ છે ગુજરાતની મુલાકાતે 

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા તેમજ આપના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ભાજપ દ્વારા પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..