પીએમ-સીએમના કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા એક વર્ષમાં આટલી બસોનો કર્યો ઉપયોગ! વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-17 16:43:47

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ સરકારને આપવો પડશે. ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં જનતાને લાવા-લઈ જવા કેટલી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત તેની પાછળ કેટલો ખર્ચ થયો. તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે એક વર્ષમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા રાજ્ય સરકારે જમા કરાવ્યા છે જ્યારે હજુ 53 કરોડ 814 લાખ 21 હજાર જેટલા રુપિયા એસટી વિભાગને ચૂકવવાના બાકી છે. 


કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા કરાય છે બસનો ઉપયોગ! 

જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય અથવા વડાપ્રધાન મોદીની કોઈ સભા કે રેલી હોય લોકોને લાવવા-લઈ જવા માટે બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુવિધાને લઈ લોકો એવું પણ કહેતા હોય છે કે ભીડ ભેગી કરવા માટે આ બસોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે વિધાનસભામાં ડો. કિરીટ પટેલે પીએમ-સીએમના કાર્યક્રમોમાં વાપરવામાં આવતી બસોને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યક્રમ માટે આમ જનતાને લાવવા લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે લાવવામાં આવી હતી? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની કેટલી રકમ ચૂકવવામાં આવી અને કેટલી રકમ ચૂકવવાની બાકી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


આટલા પૈસા ચૂકવવાના બાકી છે? 

આ પ્રશ્નના જવાબમાં જણાવવાયું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા જમા કરાવ્યા છે અને હજુ 56 કરોડ 81 લાખ 21 હજાર  895 રુપિયા જેટલી રકમ સરકારે ચૂકવવાના બાકી છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે